________________
૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું !
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ સુદ-૮, બુધવાર, તા. ૮-૧-૧૯૩૦
♦ મેરૂ પર્વત દેખાતો કેમ નથી ?
• ક્રાંતિ કરવી છે શાની !
• જૈનો ભેગા થઈને કેવા ઠરાવો કરે ?
• બીજા ઠરાવો કરવા હોય તો નામ ફેરવો ! • ક્રાંતિનો નશો :
♦ નિમકહરામ અને બેવકૂફ ન બનો !
♦ ઊંધા ચાલનારાઓ આ શાસનમાં ન નભે !
શા માટે ? એ નક્કી કરો!
♦ પાટ ઉપર શા માટે બેસવાનું ?
♦ કડવું છતાં હિતકર :
25
મેરૂ પર્વત દેખાતો કેમ નથી ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક શ્રમાશ્રમણજી, શ્રીસંઘની સાત રૂપકથી સ્તવના કર્યા બાદ, હવે આઠમા મેરૂના રૂપકથી સ્તવના કરે છે. સાતે ઉપમામાંથી એક જ સાર નીકળે છે કે, સંઘત્વ હોય તો જ શ્રીસંઘ પૂજ્ય હોઈ શકે. પૂજ્યતાહીન જો પૂજા માંગે, તો તે નકામું છે.
.
શ્રીમેરૂ, એ આખા લોકમાં શોભારૂપ છે, મર્યાદા કરનાર છે અને શાશ્વત છે; તેમજ શ્રીસંઘ એ પણ લોકમાં શોભારૂપ છે, મર્યાદા ક૨ના૨ છે અને શાશ્વત છે; એટલે એની સામેની તમામ કાર્યવાહી, નિરુપાયે ૨૬ જ થવાની છે. મેરૂ પર્વત એક લાખ યોજનનો છે, સુવર્ણમય છે, સૌથી ઊંચો છે અને દેખાવડો છે; એવો ૨મણીય છે કે, દેવોને પણ ત્યાં રમવા આવવાનું મન થાય છે. શ્રી જિનેશ્વરદેવોના જન્માભિષેક મહોત્સવો પણ ત્યાં થાય છે. મેરૂમાં આ બધી યોગ્યતા છે, અને રમણીય છે માટે જ ગણનાપાત્ર છે ને ? તે કોરો પથરાળ જ હોત, તો તે શોભારૂપ ગણાત ?
સભા મેરૂ જો લોકની મધ્યમાં છે અને સુવર્ણમય છે, તો દેખાતો કેમ નથી ? અલ્પશક્તિવાળા કે શક્તિ વગરના ન જોઈ શકે, માટે વસ્તુ નથી એમ કેમ