SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ થયા છે. એ મુનિવર, ‘શ્રી ધર્મરુચિ' નામના સૂરિપુરંદરના શિષ્ય હતા. તેઓ પોતાના ગુરુદેવ સાથે એક વખત ‘રાજગૃહી’ નગરીમાં પધાર્યા હતા. તે સમયે ‘રાજગૃહી’ નગરીમાં ‘સિંહરથ' નામનો રાજા રાજ્ય કરતો હતો અને ‘વિશ્વકર્મા’ નામનો એક નાટ્યકાર ત્યાં વસતો હતો. એ નાટ્યકારને બે સુંદર પુત્રીઓ હતી, જે અત્યંત સુરૂપ હતી. મુનિવર શ્રી અષાઢાભૂતિ ગુરુની આજ્ઞાથી ભિક્ષા માટે ફરતા ફરતા એ ‘વિશ્વકર્મા’નામના નાટ્યકારના ઘેર પહોંચી ગયા.. ત્યાં એ મુનિવરને ભિક્ષામાં મોદક મળ્યો. 366 કર્મનો ઉદય કોઈ વિચિત્ર જ હોય છે. એ વિચિત્ર કર્મના ઉદયને આધીન થઈને, એ મુનિવરે બહાર નીકળીને વિચાર્યું કે, ‘આ મોદક સૂરીશ્વરજી મહારાજ માટે ઉપયોગમાં આવશે.' આથી પોતા માટે લેવા ખાતર‘રૂપનું પરાવર્તન કરી બીજો મોદક લઈ આવું.' આ પ્રમાણે વિચારી પોતાનું રૂપ એક આંખે કાણું બનાવ્યું અને ફરીથી એ નાટ્યકારના ઘરમાં પ્રવેશ કર્યો અને બીજો મોદક મેળવ્યો. તે પછી બહાર નીકળીને ફરીથી પણ વિચાર્યું કે, ‘આ મોદક ઉપાધ્યાયજી મહારાજના ઉપયોગમાં આવશે.' આમ વિચારી કૂબડું રૂપ બનાવ્યું અને ફરીથી પણ તે જ નાટ્યકારના ઘરમાં પ્રવેશ કર્યો અને ત્રીજો મોદક પણ મેળવ્યો. તે પછી પણ વિચાર્યું કે, ‘આ મોદક બીજા સંઘાટક સાધુના ઉપયોગમાં આવશે' આ પ્રમાણે ચિંતવીને કુષ્ઠિરૂપ કરી ચોથી વેળા પણ એ મુનિવરે નાટ્યકારના ઘરમાં પ્રવેશ કર્યો. આ રીતે વારંવાર રૂપનું પરાવર્તન કરતા મુનિવરને ઉપરના માળે રહેલા ‘વિશ્વકર્મા’ નાટ્યકારે જોયા અને એણે વિચાર્યું ‘કે જો આ સાધુને વશ કરવામાં આવે અને એ અમારી સાથે ૨હે તો અમારું કાર્ય ઘણું જ સુંદર રીતે થઈ શકે ! પરંતુ આને વશ કરવો કઈ રીતે ?' આ પ્રમાણે વિચારતાં વિચારતાં તે નટને એવો વિચાર આવ્યો કે, ‘મારી દીકરીઓ દ્વારા એને સંયમથી ચલિત કરીને વશ કરવો.’ આ વિચારથી એકદમ તે નીચે ઊતર્યો અને આદરપૂર્વક મુનિવરને બોલાવી આખુંયે પાત્ર ભરાઈ જાય તેટલા મોદકો મુનિવરને વહોરાવ્યા અને આદરપૂર્વક કહ્યું કે, ‘હે ભગવન્ ! હંમેશાં અમારાં જ ભોજન-પાણી ગ્રહણ કરીને અમારા ઉપર અનુગ્રહ કરજો.' આ પછી મુનિવર શ્રી અષાઢાભૂતિ પોતાના ઉપાશ્રયે ચાલ્યા ગયા. ત્યાર બાદ એ નાટ્યકારે મુનિવરના રૂપપરાવર્તનની વાત પોતાના કુટુંબને કહી અને પોતાની દીકરીઓને કહ્યું કે, ‘તમારે દાન અને સ્નેહદર્શન
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy