________________
367 – – ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 - ૩૬૭ આદિ દ્વારા આ મુનિનો એવો આદર કરવો, કે જેથી એ તમને આધીન થઈ જાય.”
આ તરફ અષાઢાભૂતિ પણ કર્મને આધીન થયા અને હંમેશાં ભિક્ષા માટે નાટ્યકારને ત્યાં જવા લાગ્યા અને નટની દીકરીઓ પણ પોતાના પિતાની આજ્ઞા પ્રમાણે એ મુનિવરની સેવાભક્તિ કરવા લાગી. આ સેવાભક્તિના યોગે મુનિ પોતામાં અત્યંત રક્ત બની ગયા છે એમ જાણીને, તે નટની દીકરીઓએ એ મુનિવરને એકાંતમાં કહ્યું કે, અમે આપની ઉપર અત્યંત અનુરક્ત છીએ. માટે અમને પરણો અને ભોગવો.”
આ પ્રસંગને ઉદ્દેશીને શાસ્ત્ર કહે છે કે -
“આ જ અવસરે તે મુનિવરનું ચારિત્રાવરણીય કર્મ ઉદયમાં આવ્યું અને એના યોગે એ મુનિવરના અંતરમાંથી ગુરુનો ઉપદેશ ઓગળી ગયો. વિવેક નાશ પામી ગયો કુલ તથા જાતિનું અભિમાન પણ દૂર ભાગી ગયું.'
આથી જ તે મુનિવર બોલ્યા કે, “ભલે ! આવી દશામાં પણ આ મુનિવરના હૃદયમાંથી ગુરુભક્તિ નાશ નહોતી પામી ગઈ, એથી જ મુનિવર બોલ્યા કે, . “આ મારા વેષને ગુરુચરણે મૂકીને પછી આવું.” આ પ્રમાણે કહીને મુનિવર ગુરુ પાસે ગયા. ગુરુદેવના પાદયુગલમાં ઝૂકી પડ્યા અને પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. “શ્રી અષાઢાભૂતિ' જેવા મુનિવરનો આવો અભિપ્રાય સાંભળીને ગુરુ મહારાજ તે મુનિવરને કહેવા લાગ્યા કે –
' “હે વત્સ ! વિવેકરનાકર અને સકળ શાસ્ત્રાર્થોનું અવગાહન કરનારા એવા તારા જેવા માટે ઉભય લોકમાં નિંદિત એવું આ આચરણ કરવું એ ઉચિત
નથી.”
“વળી દીર્ઘકાળ સુધી શીલને પાળ્યા પછી વિષયોમાં રમણ ન કર, કારણ કે, એવો કોણ મૂર્ખ હોય, કે જે બાહુથી સાગરને તરી ગયા પછી, ગાયના પગ જેટલા ખાબોચિયામાં ડૂબી જાય ?”
१. "वत्स ! नेदं युष्मादृशां विवेकरत्नाकराणामवगाहितसकलशास्त्रार्थानामुभयलोकजुगुप्सनीयं
___समाचरितुमुचितम्, - ૨. “રીદાસીનં રિવાતિવા, વિસાસુ વછ ! રમસુ !
ને મોપમ વફ, હિં તરિક વાદિદિ ? ”