________________
૩૬૮
–
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
- 388 આ પ્રકારે ગુરુમહારાજાએ ફરમાવેલી હિતશિક્ષાને સાંભળી શ્રી અષાઢાભૂતિ બોલ્યા કે,
હે ભગવાન્ ! જે પ્રમાણે આપ ફરમાવો છો, તે તમે જ છે; પણ કેવળ પ્રતિકૂળ કર્મના ઉદયથી મારો આત્મા વિપરીત ભાવનાઓના યોગે ઘણો જ નબળો પડી ગયો છે. એ જ કારણે ત્રાસ પામતાં હરણિયાંના જેવાં નેત્રોવાળી રમણીઓના કટાક્ષરૂપ બાણોને મારનાર કામદેવરૂપી ભીલે મારા હૃદયને સેંકડોવાર જર્જરીભૂત કરી નાખ્યું છે.”
આ પ્રમાણે કહીને ગુરુદેવના ચરણોમાં નમી શ્રી અષાઢાભૂતિએ પોતાનું રજોહરણ તે તારકની પાસે મૂકી દીધું. તે પછી “વગર ઉપકાર કર્યો ઉપકારના કરનાર અને અપાર સંસારસાગરમાં ડૂબી જતા જીવોનો ઉદ્ધાર કરવાની જ એક ભાવનાવાળા, એ જ કારણે સકલ જગતના પરમબંધુસમા એવા ગુરુમહારાજને હું પૂંઠ કેમ કરું?” આ પ્રકારના વિચારથી પાછા પગે ચાલતા તે અષાઢાભૂતિ
“આવા પ્રકારના ગુરુમહારાજના ચરણકમળને ફરી પણ હું કેવી રીતે પામીશ ?”
આવી ચિંતા કરતા કરતા ઉપાશ્રયથી નીકળીને વિશ્વકર્મા નાટ્યકારના મકાને ચાલ્યા ગયા. ત્યાં એ નટની બંનેય પુત્રીઓને પરણ્યા; નટે પણ પોતાની પુત્રીઓને કહ્યું કે, “આ નક્કી ઉત્તમ પ્રવૃત્તિનો પુરુષ છે, કારણ કે, આવી અવસ્થા પામવા છતાં પણ ગુરુદેવને સંભર્યા કરે છે, માટે તમારે આના ચિત્તને વશ રાખવા માટે હંમેશાં મદ્યપાન કરવું જ નહિ અને બહુ જ શુદ્ધ રીતે રહેવું, અન્યથા વિરક્ત એવો આ ચાલ્યો જ જશે.”
આ પછી તે નાટ્યકારની પુત્રીઓ પણ એ મુજબ વર્તવા લાગી, અને અષાઢાભૂતિ પણ સઘળાય નાટ્યકારમાં અગ્રણી નાટ્યકાર થયો અને પોતાની એ સર્વોત્તમ નાટ્યકળાથી ઘણું જ દ્રવ્ય તથા વસ્ત્રો અને અલંકારો મેળવવા લાગ્યો.
એક દિવસે રાજાએ નાટચકારોને આદેશ કર્યો કે, “આજે સ્ત્રી વિનાનું નાટક કરવું” આથી સઘળાય નાટ્યકારો પોતપોતાની યુવતીને પોતપોતાને ઘેર મૂકીને રાજકુળમાં ગયા; એ રીતે અષાઢાભૂતિના ગયા પછી અષાઢાભૂતિની १... "हे भगवान् ! यथा यूयमादिशथ तथैव केवलं प्रतिकूलकर्मोदयतः प्रतिपक्षभावना
रूपकवचदुर्बलतया मदनशरेण निरंतरं समुत्रस्तमृगनयनरमणीकटाक्षविशिखोपनिपातमादधता
शतशो मे जर्जरीकृतं हृदयम् ।" ૨. “થમ મૂવષ્યવંવિધા પરામર્જા પ્રાચ્છામિ ?”