________________
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – માટે તે પૂજ્ય જ છે. એમાં આનાકાની કોણ કરે ? સમ્યગ્દષ્ટિ આત્માઓ જ્યાં
ત્યાં શિર ન જ ઝુકાવે, એમાં કશું જ આશ્ચર્ય નથી. સૂત્રકાર મહર્ષિએ ભિન્ન ભિન્ન રૂપકોમાં બતાવેલી વિશિષ્ટતાઓથી સર્વથા શૂન્ય સમુદાયોને “શ્રીસંઘ” તરીકે કોઈ પણ કલ્યાણનો અર્થી આત્મા પોતાનું શિર ન જ ઝુકાવે એ તદ્દન સ્વાભાવિક જ છે.
આ જુદાં જુદાં રૂપકોથી કરવામાં આવતું શ્રીસંઘનું વર્ણન જો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે, તો એક નાનામાં નાનો બાળક પણ શ્રીસંઘના સ્વરૂપથી પરિચિત થઈ જાય અને આ રીતે પરિચિત થયેલો આત્મા કદી જ સ્વેચ્છાચારી સમુદાયને “શ્રીસંઘ' તરીકે માનવાને લલચાય નહિ. વ્યવહારમાં સાચો વેપારી જેમ ઉઠાવગીરથી વેપારનો સંબંધ ન રાખે અને સ્પષ્ટ સંભળાવી દઈને અલગ રહેવાનું સૂચવી દે, તેમ અહીં પણ કલ્યાણનો અર્થી, શાસ્ત્રથી બેપરવા બની યથેચ્છપણે વર્તનારાઓને સ્પષ્ટપણે સંભળાવવા યોગ્ય સંભળાવી દઈ, પોતાથી અલગ રહેવાનું બેધડકપણે સૂચવી દે. શાહુકાર જેમ શાહુકાર સાથે જ સંબંધ રાખે, તેમ સમ્યગુષ્ટિ આત્મા પણ સુસંઘ સાથે જ સંબંધ રાખે ! શાહુકારને દેવાળિયા સાથે સંબંધ રાખવો ન પાલવે તેમ સમ્યગુદૃષ્ટિ આત્માને પ્રભઆજ્ઞાથી વિપરીત રીતે વર્તી સંઘત્વહીન બની ગયેલા સમુદાયો સાથે સંબંધ રાખવો ન જ પાલવે.
કમલ જળના સમૂહની ઉપર રહેતું હોવાથી, જળના સમૂહમાંથી નીકળેલું છે એ પ્રતીત છે. તેમ શ્રીસંઘ પણ અલ્પસંસારી હોવાથી કર્મની રજરૂપ પાણીના સમૂહથી બહાર નીકળેલ છે. કમલ જેમ નાળના યોગે જ પાણીથી બહાર આવી શકે છે, તેમ શ્રીસંઘરૂપ કમલ પણ શ્રતરત્નરૂપ નાળના યોગે જ કર્મરજરૂપ પાણીના સમૂહથી બહાર આવી શકે છે; કમલ જેમ કર્ણિકા, કેસરા અને પત્રથી શોભે છે, તેમ શ્રીસંઘરૂપ કમલ પણ પાંચ મહાવ્રતોરૂપી કર્ણિકા, ઉત્તર ગુણોરૂપી કેસરા અને સાધુસમુદાયરૂપ પત્રોથી જ સુશોભિત છે. કમલ જેમ સૂર્યના તેજથી વિકસિત થાય છે, તેમ શ્રીસંઘરૂપ કમલ પણ શ્રી જિનેશ્વરદેવરૂપ સૂર્યના તેજથી ખીલેલું હોય છે અને કમલની ચારે બાજુ જેમ ભમરીઓનો સમૂહ ગુંજારવ કરતો જ હોય છે, તેમ શ્રીસંઘરૂપ કમલની ચારે બાજુ પણ શ્રાવકજનરૂપી ભમરાઓનો સમૂહ ગુંજારવ કરતો જ હોય છે. કર્મમાં માનનાર હૃદય સંયમમાં અંતરાય કરવાનું કેમ ઇચ્છે ?
પ્રથમ વિશેષણમાં સૂત્રકાર મહર્ષિએ ફરમાવ્યું કે-શ્રીસંઘરૂપ કમલ કર્મરજરૂપ પાણીના સમૂહથી ઉત્પન્ન થયું છે. આથી કર્મની સત્તા સ્પષ્ટ થાય છે. કોઈ જન્મે ત્યાં કર્મ માનો; મરે ત્યાં કર્મ માનો; એ જ રીતે કમાય ત્યાં,