SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તેમાં માનો છો, તેટલો તેટલો તમારો આત્મા ઘસાય છે. પુણ્યોદયે શાંતિ નભી ત્યાં સુધી તો ઠીક, પણ પુણ્ય પૂરું થયા પછી પાછા ક્યાં ? 534 કોઈ આત્મા ચાર ગતિરૂપ સંસારને છેદી પાંચમી ગતિની આરાધના કરવા માંગે, એને આજે ભયંકર ગુનો માનનારા પડ્યા છે. શાથી ? દુનિયાના રંગરાગ તજી આત્મધર્મ પાળવા કોઈ તૈયાર થાય એમાં આજે બખેડો થાય છે. શાથી ? કહેવું જ પડશે કે, સંસારની રસિકતાથી ! વિચારક બનો ! ચેતના પ્રગટાવો ! સભા દુનિયાની ઇચ્છા પૂરી કર્યા વગર મોક્ષે જનારને ફરી આવવાની ઇચ્છા થાય કે નહિ ? તમે બધા શેઠ છો, નાટક ઘણીવાર જોયું, તમને કેટલાને એવા નટ·થવાનું મન થયું ? એ નટ કોણ ? કેવો પગા૨દાર ? બીજો બોલાવે તેમ બોલે ! પોતે પુરુષ છતાં સ્ત્રીનો વેષ ધારણ કરી બીજાને,પતિ કહે એ એ કે બીજો ? પછી જેને જાતનો વિશ્વાસ ન હોય, એ ભલે બધું કરે ! સભા એ કળા નહિ ? : પુરુષ મટીને સ્ત્રી વિ. બનવાની જ કંળા ને ? એક ભવમાં અનેક ભવ ક૨વાની કળા ખરી ! સંસાર એ જ નાટક છે. અહીં એવું છે શું કે મોક્ષે ગયા પછી જ્યાં આવવાનું મન થાય ? પાટલા પર મળતી રોટલી અગર મળતા દરેક ભોગ પદાર્થોની આગળ-પાછળ તથા આજુબાજુ શું છે. એનો જો વિચાર કરો, તો ખાતરીથી કહું છું કે, આંખમાંથી લોહીનાં આંસુ ટપક્યા વિના ન રહે, અમુક ચીજ મળી એ ઠીક, પણ એને માટે શું શું કરવું પડ્યું એ વિચાર્યું ? બંગલાબગીચા કઈ રીતે ઊભા કર્યા એ વિચાર્યું ? બાર-બાર વર્ષ વેશ્યાને ત્યાં રહેનાર શ્રી સ્થૂલિભદ્રજીને રાજાએ મંત્રીમુદ્રા આપવા માંડી ત્યારે વિચારવા રજા માગી. વિચાર્યું શું ? એ મંત્રીમુદ્રાની ચોમેર શું છે ? એ વિચાર્યું ! એમણે એ વિચાર્યું કે, આ મુદ્રા લઈને આપત્તિ ખરીદું, એના કરતાં આપત્તિ જ ન રહે એવી મુનિમુદ્રા કાં ન લઉં ? મુનિમુદ્રાને અંગીકાર કરી. તમારી સામે બે મુદ્રા મુકાય તો કઈ પસંદ કરો ? શ્રી સ્થૂલિભદ્રજી વિચારક કે તમે ? એ સ્વતંત્ર કે તમે ? એ બુદ્ધિશાળી કે તમે ? સિંહાસન મળતું હતું, સત્તા, સાહ્યબી, સત્કાર, સન્માન મળતાં હતાં, સલામો ભરનારા મળતા હતા, છતાં મંત્રીમુદ્રા એમણે કેમ ન લીધી ? શ્રી સ્થૂલિભદ્રજી ભૂલ્યા કે ચેત્યા ? એ ચેત્યા એમ માનો છો ?
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy