________________
25 - - ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 – ૨૨૫ એ ન થાય ત્યાં સુધી તો આત્માની પ્રતિક્ષણ હિંસા થઈ જ રહી છે, એ પ્રતિક્ષણ હિંસા જેના જેના યોગે થઈ રહી છે, તેનો તેનો યોગ કરી આપનારા પણ હિંસકો જ છે. શ્રી જૈનશાસન જગતભરના આત્માઓને એ પ્રતિક્ષણ થઈ રહેલી હિંસાથી જ બચાવવાનો પ્રયત્ન કરી રહેલ છે, એ પણ એક શ્રી જૈનશાસનની લોકોત્તર વિશિષ્ટતા છે. કોઈ આત્માને આર્તધ્યાન કે રોદ્રધ્યાનનાં કારણોમાં જોડવો, તે જ તેની હિંસા છે.
પ્રાણીમાત્રનું હિત ઇચ્છનારા આત્માઓએ, પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરવા માટે મૂલંગુણોની સેવામાં રક્ત બનવું જોઈએ અને એ મૂલગુણોની રક્ષા માટે ઉત્તરગુણોને એક ક્ષણ પણ ભૂલવા ન જોઈએ. એ મૂલગુણો અને ઉત્તરગુણોની સાધના માટે શરીરની મમતા પણ છોડવી જ જોઈએ. એ મમતા જ્યાં સુધી ના છૂટે, ત્યાં સુધી મોક્ષ થાય નહિ; આત્માને એનું સ્વરૂપ સાંપડે નહિ. - આ શરીરની સેવારસિકતા છે ત્યાં સુધી ઘરબાર, બંગલા, બગીચા, કુટુંબ, પરિવાર તથા અઢારે પાપસ્થાનક વળગેલાં છે : કદાચ અવિરતિ અમુક પ્રમાણમાં છૂટી હોય એ બને પણ આ શરીરની સેવા છે ત્યાં સુધી સંસાર તો જીવતો અને જાગતો જ છે. વૈરાગ્ય એટલે શું? શાસ્ત્ર કાંઈ નવું નથી કહ્યું પણ આંખની સામે હોવા છતાં અનુભવમાં આવવા છતાં એનો ઉપયોગ ન કરાય ત્યાં શું થાય ? વૈરાગ્યની સામગ્રી તો સર્વત્ર છે. વિચાર કરાય તો ઘરમાં પેસવું પણ ન ગમે એમ છે. સંયોગો એવા છે કે - વૈરાગ્ય નથી આવતો એ જ આશ્ચર્ય છે. વસ્તુતઃ વૈરાગ્ય નથી થતો એ આશ્ચર્ય છે, જ્યારે મૂર્ખઓ વૈરાગ્ય આવે એમાં આશ્ચર્ય માને છે. કેટલો દૃષ્ટિભેદ ? દિ' ઊગ્યે મરણ દેખાય, કંઈ ને કંઈ આપત્તિ દેખાય, કોઈનું પરિવર્તન દેખાય; છતાં વૈરાગ્ય ન થાય એ કેવી ભયંકર દશા? ભવાભિનંદીઓ તો કહે છે કે - “આવી સાહ્યબી, રંગરાગ છોડવા એ પાલવે જ કેમ ?' એવાઓ સાથે જ્ઞાનીઓને મેળ આવે જ નહિ. એ લોકોની સાથે સાધુઓને મેળ કઈ રીતે મળે ? એમને જે બધું મેળવવું છે, એને આ શાસ્ત્ર છોડવાનું કહે છે. પોતે જે મેળવવા ઇચ્છે એને છોડવાનું કોઈ કહે, એ એમને નથી પાલવતું, માટે તે શાસ્ત્રોનો નાશ કરવાની વાતો કરે છે. શાસ્ત્ર કહે છે કે - શાસ્ત્રોનો નાશ કરે તો પણ આ મળેલા રંગરાગ છોડ્યા વિના તમારો છૂટકો નથી. કર્મસત્તા કદી જ નહિ છોડે; સમય આવ્યે કાનપટ્ટી પકડી લાત મારીને બહાર કાઢશે. આત્મા સર્વશક્તિમાન ક્યારે ?
પરલોકથી કેવી રીતે આવ્યા, એ પણ સમજવું અનુમાનથી સહેલું છે. આપણે સારા સંયોગમાં હોઈએ, તો સારું કરીને આવ્યા છીએ એ વાત નિશ્ચિત