________________
as7 – ૨૭ઃ સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 - ૩૩૭
તમારે તો શરીરને રોજ પાક જોઈએ ને ? આ શરીર એ શાશ્વત ચીજ ખરીને ? એટલે એને માટે તો મોંઘા પાક જ જોઈએ ને ? શિયાળામાં પાક અને ઉનાળામાં સરબત, એમ ને ? શરીરની સેવા કરવાથી જ શરીર બળવાન થાય છે એમ ન માનતા. બળવાન શરીર પણ પ્રભુમાર્ગની આરાધનાથી જ મળે છે, કે જે શરીર દ્વારા ધર્મની આરાધના સારી રીતે કરી શકાય અને એથી જ ભયંકર ઉપસર્ગોને સહવા માટે પણ, આરાધનાના યોગે મળેલું શરીર સારી રીતે કામ લાગે.
સભાઃ તો પણ ખીલા વખતે ચીસ પાડીને ?
ખીલા નાખતી વખતે નહિ પણ કાઢતી વખતે અને તે પણ ચીસ પાડી નથી, પણ પડાઈ ગઈ. એ ભયંકર ઉપસર્ગ છે. એ પેઠેલા ખીલા લોહી, હાડકાં અને ચામડી સાથે તરબોળ થઈ મળી ગયાં હતાં. એ જ્યારે બહાર ખેંચાય, ત્યારે નસો ખેંચાય અને એથી શરીરના ધર્મ મુજબ એ વખતે ચીસ નીકળી ગઈ. આ ભયંકર ઉપસર્ગ છે.
સભા: દરેક અવસર્પિણીના દરેક ચોવીસમા તીર્થકરને એવા ઉપસર્ગ હોય ?
ના ! વય વગેરે સરખાં હોય છે. એવી બીજી પણ અમુક અમુક વાતો નિયત છે, બધી નહિ. અસ્તુ. * તમારે મોક્ષસુખ તો જોઈએ છે એમ માનું છું, કદાચ દુનિયાના સુખ વિના
ન ચાલતું હોય, તો પણ મુક્તિના ઇરાદે ધર્મ સેવો; આત્માની શુદ્ધિ માટે ક્રિયા કરો! પણ ખોખા માટે, નામના માટે આજે ઘણે ભાગે થાય છે, એમ ન કરો !
બોખા માટે કે નામના માટે કરેલી ક્રિયાથી દેખાવમાં થોડું સુખ મળે પણ, - પરિણામ ભયંકર આવે, આ રીતે મળતું સુખ એ સાચું સુખ નથી.
આત્મશુદ્ધિ માટે ક્રિયા કરનારના જીવનમાં, વિચારમાં, બોલવામાં, ચાલવામાં ઘણો પલટો આવે. “આ શું કહેશે, તે શું કહેશે ?' એવી આત્મશુદ્ધિ માટે ક્રિયા કરનારને દરકાર નથી હોતી; એવી દરકાર જેને હોય એની ક્રિયામાં ભલીવાર ન આવે. એ શરીર સાચવવામાં અને સારો દેખાવ કરવામાં જ મંડી પડે, પણ સાચા ધર્મીને એની દરકાર ન હોય. મુનિપણું સાચવવામાં જ મુનિનું કલ્યાણ છે? સભાઃ મુનિએ કોઈને માઠું ન લાગે તેવું જ કહેવું જોઈએ ને ? એવું કહે તે જ
મહારાજ સરળ કહેવાય ને ? હો, એવું કહેનારા મુનિ ચોથા આરાના, પંચમ કાળના કલ્પતરુ, સમયજ્ઞ,