________________
338
૩૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
સમયના જાણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના જાણ, જમાનો ઓળખનાર એમ ને ? પાઘડી તથા ટોપીને ખોટું ન લગાડનારા એ જ સરળ અને માર્ગના જાણ એમ ને ?
સભા
અમે લાવીએ, સામૈયાં કરીએ, ચંદરવા-પુંઠીયાં બાંધીએ અને તમે અમારું ન માનો એ કેમ બને ? એ આજનો મોટો સવાલ છે. જૈનશાસનની ખૂબી જ એ છે અને જૈનશાસન અમને કહે છે કે, ‘કોઈ તમારી પાછળ ગમે તેટલું કરે તો પણ જિનાજ્ઞાને ભૂલીને તમે એને અનુકૂળ ન થતા. સિદ્ધરાજની ગાદીએ બેસાડતી વખતે ત્રિભુવનપાલને ત્રણ દીકરા હતા. તેમાં વચ્ચેના કુમારપાળ હતા. તંત્ર સેનાપતિના હાથમાં હતું. મોટાને ગાદી આપે તો તો દુનિયા વાજબી કહે જ, નાનાને આપે તો ‘નાના પર પ્યાર રાખી એને ગાદી આપી, મોટાઓ તો કમાઈ ખાશે.' - એમ પણ દુનિયા માને, પણ વચ્ચેનાને ગાદી આપી તો પક્ષપાત ગણાય ને ? કાયદેસર કામ કરવાનું એટલે, સભા ભરી ત્રણેયને બોલાવ્યા.
પહેલાં મોટાને ગાદીએ બેસવાનું કહ્યું, એટલે ઊભા તો થયા પણ કપડાં સંકોરવા માંડ્યાં; તુર્ત સભાએ એમને બેસાડી દીધા. ‘ઊઠતાં ઊઠતાં જેમને કપડાં સંકોરવાં પડે તે ગાદીનું શું ઉકાળશે ?' એમ કહીને એમને બેસાડી દીધા.
પછી નાના ભાઈને ઊભા થવાનું કહ્યું. એ ઊભા થયા એટલે સભાએ પૂછ્યું કે, ‘રાજ્ય શી રીતે કરશો ?’ એણે કહ્યું, ‘તમે જેમ’કહેશો તેમ કરીશ !’ સભાએ જણાવ્યું કે, ‘અમે કહીએ તે મુજબ રાજ્ય કરનાર જોઈએ તો અમે પોતે ક્યાં નહોતા ? તમે બેસી જાઓ !'
શ્રી કુમારપાળને કહ્યું કે તરત જ તે ઊભા થઈને સિંહાસન ઉપર બેસી ગયા અને ‘શી રીતે રાજ્ય કરશો ?' એ પ્રશ્ના જવાબમાં તલવાર કાઢીને બતાવી અને કહ્યું કે –
“વસ્વ મૂનાનાં તસ્ય રાખ્યું” “જેનું ભૂજાબલ તેનું રાજ્ય.”
આ જ રીતે મુનિપણાની કિંમત સમજનાર મુનિ પણ તમારું ન માને જંગલમાં જવું પડે તો જાય, પણ બીજાઓને માટે પોતાનું ન ખોવે.
મુનિ તમારા માટે મુનિ થયા છે ? ના. ભગવાન શ્રી મહાવીદેવના વચન માટે એમને એ તારકના વચનમાં વિશ્વાસ છે કે, મુક્તિ એ તારકના વચન