________________
339 — ૨૭ : સંઘ મેરૂ જેવો દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 — ૩૩૯ પાલનથી જ મળવાની છે. પણ બીજાના વચનપાલનમાં નથી. આથી તમારા હુકમ મુજબ મુનિઓ ચાલે નહિ અને ચાલે તો એ ભગવાનના મુનિઓ નહિ.
જેઓને ભગવાનની આજ્ઞા ન ગમતાં, ગૃહસ્થોની ગુલામી ગમતી હોય, તેઓને જૈનમુનિ મનાય જ કેમ ? વળી તમે તમારી બુદ્ધિનો સદુપયોગ કરી વિચારો કે, ‘જે મુનિ હોય, તે શ્રી જિનેશ્વરદેવના આગમ મુજબ કહે કે તમે કહો તે મુજબ કહે ?' અને શ્રી જિનેશ્વરદેવના આગમ મુજબ કહેનાર ‘ઇચ્છા મુજબ વર્તવામાં અને માનપાનમાં મુક્તિ છે' એમ કહે ખરા કે ? નહિ જ, બાકી જેઓની પાસે હૃદયપૂર્વકનાં મહાવ્રતો ન હોય, જેઓની પાસે પ્રભુનાં આગમ ન હોય, એવા જે ખાખી બંગાળી હોય અને જેઓ ગૃહસ્થો પર પોતાને જીવતા માનતા હોય, તેઓ ભલે તમે કહે, પણ સાચા મુનિઓ તો તેમ ન જ કહે; કારણ કે, તે પૂજ્યોને તો ખાતરી છે કે, અમે અમારા આયુષ્ય ઉપર જીવીએ છીએ તથા અમારી નામના હોય તો પણ પ્રભુના સંયમનો જ પ્રભાવ છે, એટલે તેવા તા૨ક મુનિવરો તો પોતાનું મુનિપણું પ્રથમ સાચવે અને તેની રક્ષા ખાતર યથાશક્તિ શાસ્ત્ર પાછળ અને શાસન પાછળ મરી પડે; કારણ કે, એમાં જ તેઓનું કલ્યાણ છે, એમ તેઓ દૃઢતાપૂર્વક માને છે.
શાસનની પાછળ મરતાં શીખો !
દુનિયાની અને શરીરની સેવામાં સમ્યગ્દષ્ટ પણ રાચ્યો-માચ્યો ન રહે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા પણ સમ્યગ્દર્શનથી પવિત્ર બનેલા આત્મા માટે કહે છે કે, ૧‘સમ્યગ્દષ્ટિ આત્મા ભવસાગ૨માં ૨મે નહિ.’ રહેવું પડે તો રહે પણ ૨મે તો નહિ જ; એને તો એમ ત્રાસ થાય કે, શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છતાં આ દુનિયાના બંધનથી હું છૂટી શકતો નથી ! .
શ્રી સંપ્રતિ મહારાજ હાથી ઉપર બેસી માતાને નમન કરવા ગયા, ત્યારે માતા ખિન્ન થયાં. શ્રી સંપ્રતિ મહારાજે ખિન્નતાનું કારણ પૂછ્યું, માતાએ કહ્યું કે, ‘મારો દીકરો શાસનપ્રભાવક થાય તો મને હર્ષ થાય !' ત્યાં જ સંપ્રતિ મહારાજે પ્રતિજ્ઞા કરી કે, ‘રોજ એક નવા દેરાસરના ખાતમુહૂર્તના ખબર ન આવે ત્યાં સુધી દાતણ નહિ કરું !' આવું કાંઈ તમારી પાસે છે ? તમે કેટલાં અને કયાં . ખાતમુહૂર્ત કરાવ્યાં ? તમે સંઘમાં છો ને ? કેટલું જીવન શાસનને સોંપ્યું ? લક્ષ્મીનો કેટલામો ભાગ નિયમિતપણે શાસનને આપ્યો ?
- શાસ્ત્રવાર્તા સમુચ્ચય.
૧. સમ્ય વર્શનપૂતાત્મા, રમતે 7 મવોડ્યો ।।