________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
જ્યાં સાચા ત્યાગનું-મુક્તિસાધક ત્યાગનું નામ નથી અને આવા પ્રકારના ઉપદેશ નથી, ત્યાં રહેલાઓ પણ પોતાના માની લીધેલા ધર્મના પ્રચાર માટે, કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. સ્વરાજ્ય માટે કંઈકે કફની પહેરી તો શાસન માટે તમે શું કર્યું ? શાસન ઉપર ભયંકર રીતે હુમલાઓ થતા હોય, તે વખતે ઊંઘ કેમ આવે ? અને ખાવું પણ કેમ ભાવે ? ધર્મના રસિયા કહેવાઓ અને ધર્મની કશી ચિંતા જ નહિ, એ કેમ ચાલે ? ધર્મ ઉપર આફત છે, એમ જાણી ઘરમાં બેસીને પણ કદી આંખમાંથી આંસુ પાડ્યાં છે ? દુનિયાની નજીવી વસ્તુ પાછળ તો રૂઓ છો, તો ધર્મના ઉપર ઘા થાય ત્યારે આંસુ પણ કેમ ન આવે ? કદી પા-અરધો કલાક ઘરમાં પણ રોયા છો ?
૩૪૦
340
હમણાં સમાચાર આવે કે, ‘પાંચ લાખ ગયા’ તો અહીં બેઠાં છતાં પણ આંખમાં પાણી આવે, તો શાસન પર આવતાં આક્રમણની કશી ચિંતા કે ગ્લાનિ જ નહિ અને મોં ઉપર શોકની છાયા પણ નહિ ! એનું કારણ શું ? એ જ કે, ‘શાસન જે રીતે હૃદયમાં વસવું જોઈએ તે રીતે વસ્યું નથી. એની જ આરાધનામાં કલ્યાણ છે એવો દૃઢ નિશ્ચય થયો નથી.' પોતાના દોષો છુપાવવા માટે ખોટા આરોપ આજે જેઓ શાસન ઉપર અને પૂર્વાચાર્યો ઉપર મૂકી રહ્યા છે, તેઓને કહો કે, ‘ઓ ભાનભૂલાઓ ! તમારા ભલા માટે તારકોએ જે ઉપકાર કર્યો તેનો આ બદલો ? પોતાના વારસદારો ભીખ ન માગે માટે લખ્યું, આખી જિંદગી સમર્પી, વાંચી-વાંચીને, ગોખી-ગોખીને વારસદારોના ભલા માટે લખી ગયા, એનો આ શીરપાવ ? આગમ સાચવવા તો એ તારકોએ લોહીનાં પાણી કર્યાં અને તમને વારસો આપ્યો, એમને માટે આવી પ્રવૃત્તિ, એ તો ભયંકર કૃતઘ્નતા છે. માટે એનાથી બચો, નહિ તો તમારું ભાવિ ભયાનક બનશે એમ લાગે છે. આ શાસનમાં તમારા જેવાઓની કશી જ કિંમત નથી.’
શ્રી સંઘરૂપ મેરૂની વજ્રમય સમ્યગ્દર્શનરૂપી પીઠિકા દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, એમ સૂત્રકાર મહારાજાએ ફરમાવ્યું. એ ચારે વિશેષણોમાંથી પણ સંયમની છોળો ઊછળે છે. ખરેખર, શ્રી જૈનશાસનનું સમ્યગ્દર્શન એ મૂળ તથા એ ઉત્તર ગુણોનું નિધાન છે. મૂળ તથા ઉત્તર ગુણરૂપી રત્નો આમાં જ હોય. દર્શનયોગે સંયમ આવે, ત્યાગ આવે, ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા, ઇચ્છાનિરોધ, ઉત્તમ વિચારો વગેરે વગેરે બધા જ ગુણો એના યોગે આવે.
અત્યારે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી જાય છે કે, જૈનસંઘમાં શાસનના સેવક તરીકે રહેવા ઇચ્છનાર આત્માઓ અત્યારે સુખે ખાઈ શકે કે પી શકે તેમ નથી, કારણ કે, સમય એવો છે. આવા ભયંકર આક્રમણના સમયે સમ્યગ્દષ્ટ