________________
૩૩૯ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- 336 કાઢવા જમીન ખોદેલી અને તેમાંથી કોલસા નીકળ્યા હતા, જે બહાર ખડક્યા હતા. પરંતુ એ કોલસાના ઢગલા શ્રી હેમચંદ્ર મહારાજને તો સોનૈયા રૂપે જ દેખાયા. એમણે વિચાર્યું કે, “આ કેવો શ્રીમંત છે કે, જેના ઘરની બહાર આ રીતે સોનૈયાના ઢગલા ખડકાય છે !” પણ અંદર જ્યારે વહોરવા ગયા ત્યારે ઘેશા વહોરાવી; આ જોઈ તેઓ હજી નાના હોવાથી બોલી ગયા કે, “આવો શ્રીમંત કે જેણે ઘરની બહાર સોનૈયાના ઢગલા ખડક્યા છે તેને ઘેર ઘેંશનું ભોજન !' સાથેના સાધુએ ચૂપ રહેવાનું કહ્યું. પણ પેલો વાણી સાંભળી ગયો. એ ભૂલે? એ તરત એમને ઉપાડીને એ કોલસાના ઢગલા પર બેસાડે છે, એટલે એ કોલસા પણ સોનૈયા બની ગયા.
પુણ્યવાનને કોલસાના પણ સોનૈયા થયા, જ્યારે હીસકર્મીને સોનૈયાના પણ કોલસા થાય; આથી સ્પષ્ટ થાય છે કે, લમીમાં સુખ નથી. લક્ષ્મી ગણવામાં શું સુખ છે ? પચીસ-પચીસની ઢગલીઓ કરે, પાંચ-પાંચ વાર ગણે, એ ઢગલીઓ ગણતાં શેર શેર લોહી ચડે, કેમ કે, એણે એમાં સુખ માન્યું. દરેક ક્રિયા આત્મશુદ્ધિ માટે કરો !
આવો અનુભવ તો ઘણો કર્યો, હવે બાકીની જિંદગીમાં ધર્મનો પણ અનુભવ લો! આ ભવમાં દીક્ષા ન લેવાય તો ભવાંતરમાં આવે એવું તો કરો ! આ ભવમાં પુદ્ગલની જ સેવા કરે તેને ભવાંતરમાં પણ સંયમની પ્રાપ્તિ થાય ? નહિ જ.
શ્રી વીતરાગદેવોની સ્તુતિ કરતાં એક મહાપુરુષ કહે છે કે, “તમારી પાસે સુખ રહે જ એમાં નવાઈ શી ? દુનિયાના પ્રાણીઓ રાગ કરી એમાં પાગલ બને છે, માટે એમને દુઃખ હોય છે, પણ દુનિયાના રાગના ત્યાગમાં કલ્યાણ માનનાર પાસે દુઃખ શી રીતે આવે ?” એ પુણ્યશાળીનું શરીર પણ એવું કે, એમના પર સહસંભાર-પ્રમાણ ચક્રો પડે તો પણ કંઈ ન થાય, એક પણ હાડકું ન ખસે. સંગમે ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર સહસાભાર-પ્રમાણ ચક્ર મૂક્યું તો જમીનમાં ઘૂસી ગયા, પણ એક હાડકુંય ખસ્યું કે એક લોહીનું ટીપું પણ નીકળ્યું? નહિ જ.
સભા: જમીનમાં ઘૂસ્યા ?
હા ! સહસંભાર-પ્રમાણ ચક, મૂકનાર પણ દેવ, ગુસ્સામાં આવેલો અને પોતાના તમામ બળથી ચક્ર મૂકે, એટલો બધો બોજો પડે ત ભૂમિને ભેદે એમાં નવાઈ શી ? ભૂમિ ભૂદાઈ પણ પ્રભુનું અંગ ન ભંદાયું. આપણા પર તો એક પથરો આવે તોય લોહી નીકળે, મૂર્છા આવે.