SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ 455 – રૂપ ઃ જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૫૫ .. “ખરેખર, અમને શ્રી જિનેશ્વર ભગવાનોએ પ્રરૂપેલું સૂત્ર પ્રમાણરૂપ જ • સૂત્રે કહેલાં એક પણ અક્ષરની અરુચિ કરવાથી માણસ મિથ્યાષ્ટિ થાય છે. - આ પ્રમાણેની ભાવનાને અંકિત કરી દો. કારણ કે, શંકારૂપ દોષથી બચવા માટે પરમોપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ એ જ ઉપાય ફરમાવે છે. આ બધા ઉપરથી એ સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવના કથનમાં શંકા એ ભયંકર દોષ છે અને એ દોષથી બચનાર ભાગ્યે જ કાંક્ષા આદિ દોષોમાં ફસાયા છે; આથી જે સમુદાય શંકા આદિ દોષોથી બચે છે, તે જ પોતાની સમ્યકત્વરૂપી પીઠને દૃઢ રાખી શકે છે અને એ રીતે એ પીઠને દૃઢ રાખનારો સમુદાય જ, આપણે આ જે સુરગિરિની ઉપમા વર્ણવી રહ્યા છીએ તે ઉપમાને પામી શકે છે, અને એવી ઉપમાને સાર્થક કરતા શ્રીસંઘને તો સદાને માટે આપણાં કોટિશઃ વંદન છે. : “સૂત્ર દિઃ પ્રમાજ નિનામદતમ્ ! • “સૂત્રોવનશૈવસ્થાથરોધનાક્ષ મવતિ નર: મિથ્થાઇઃ ”
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy