________________
૩૬ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે !
વીરસં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ-૫ રવિવાર, તા. ૧૯-૧-૧૯૩૦
♦ શંકાને સ્થાન જ નથી :
♦ જેવું હોય તેવું કહેવાનો સ્વભાવ :
૭ તારક તીર્થંકર દેવો પણ યોગ્યને તારી શકે !
♦ સ્વભાવ ફેરવાય નહિ !
♦ કર્માધીન જીવોને સ્વાતંત્ર્ય કેવું !
♦ આપણે અનંતજ્ઞાનીએ કર્યું તેમ નહિ પણ કહ્યું તેમ કરવાનું :
♦ મુક્તિના અર્થી માટે તીર્થસ્થાપના :
૭ ધર્મશાસનમાં ફેરફાર ન કરાય !
♦ સંખ્યાના નામે આજ્ઞાને ગૌણ ન કરાય !
૦ નાટક-સિનેમાના રસિયાઓની દશા :
♦ દુવિહારમાં ચા-દૂધની છૂટ માંગનારાં :
તમારા કહેવાથી અંતરાય ન લાગે :
•
♦ શંકાથી કેમ બચાય !
♦ ભૂલ પોતાની અને દોષ દેવા બીજાને !
• હું મારી જોખમારી સમજીને બોલું છું :
36
શંકાને સ્થાન જ નથી !
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘની સ્તવના કરતાં શ્રીસંઘને મેરૂશૈલ સાથે સ૨ખાવે છે. એ સરખામણીના પ્રતાપે આપણે સમજી શક્યા કે, જેમ શ્રી મેરૂની પીઠિકા વજ્રરત્નમયી હોવા સાથે દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠિકા પણ સમ્યગ્દર્શન રૂ૫ વજ્રમયી હોવી જોઈએ, અને તે પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ, કારણ કે, સમ્યગ્દર્શન એ જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મોક્ષનું મુખ્ય અંગ છે.
સમ્યગ્દર્શન રૂપ પીઠિકા વિનાના સંઘને મેરૂની ઉપમા ઘટી જ શકતી નથી, અને સંઘને સુરગિરિસમાન બનાવનાર એ પીઠિકામાં પોલાણું ન હોય તો જ એ દૃઢ બને, માટે પોતાને શ્રીસંઘમાં ગણાવવા ઇચ્છતા સમુદાયમાં શ્રી સર્વજ્ઞ