________________
૪૫૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – - - 458 દુનિયામાં પ્રાણી કયા માર્ગથી મુક્તિમાં જઈ શકે; કારણ કે, દુનિયાને ગમે તેવું કહેવાની એ પરમતારકોની ઇચ્છા નહોતી. મોક્ષનો માર્ગ હોય તે જ કહેવાનો એ પરમતારકોનો સ્વભાવ છે.
ચંચરી આંખવાળો પ્રકાશ ખમી શકશે કે નહિ એ કાંઈ સૂર્યને જોવાનું નથી. સૂર્યનો સ્વભાવ તો પ્રકાશ આપવાનો છે. જેનાથી તેનો પ્રકાશ સહન ન થાય તે ભોંયરામાં જાય અગર તો એનાથી બચવાના અનેક ઉપાયો શોધે, પણ. એણે “પ્રકાશ કેમ કર્યો ?” એમ ફરિયાદ કરવાનો અધિકાર વાસ્તવિક રીતે કોઈને જ નથી.
આ સત્ય વસ્તુસ્થિતિને નહિ સમજી શકનારા આજના કેટલાક તદ્દન . અજ્ઞાન લોકો કહે છે કે, “શ્રી જિનેશ્વરદેવે બધાને બંધબેસતો માર્ગ કેમ ન કહ્યો?” પણ એવું કહેવાનો એ તારકોનો ઇરાદો જ નહોતો. એ પરમતારકોનો તો સ્વભાવ જ એ કે, મોક્ષમાર્ગ જે હોય તે જ કહે.
લાઇટ થાય એટલે થાંભલા વગેરે હોય તે દેખાય. કંઈ ઊડી જાય કે આવીને વળગી જાય એમ નથી; તે જ રીતે કેવળજ્ઞાનરૂપ લોકાલોક પ્રકાશક સૂર્યનો પ્રકાશ થયા પછી એટલે કે, પરમ વીતરાગ અને સર્વજ્ઞ થયા પછી શ્રી ધર્મતીર્થની સ્થાપના એ સ્વભાવસિદ્ધ છે; માટે ત્યાં શંકાને સ્થાન જ નથી. સ્વાભાવિક ગુણમાં એટલે કે વસ્તુના સ્વરૂપમાં શંકા કરવી એનો અર્થ તો એ જ કે, વસ્તુસ્વરૂપની કશી ગમ જ નથી. કર્મરૂપ મળ સાફ થાય એટલે આત્માનો સ્વભાવ પ્રગટ થવાનો છે. ત્યાં આશ્ચર્ય ત્યારે જ નહિ થાય કે જ્યારે આત્મસ્વભાવ જણાશે. નિગોદનો આત્મ પણ મુક્તિમાં કેમ જાય એ પ્રશ્ન ન થાય, કેમ કે, એ તો આત્માનો સ્વભાવ જ છે. સંપૂર્ણ આવરણ ખસે કે તરત જ આત્મા મુક્તિપદે જાય. તારક તીર્થકર દેવો પણ યોગ્યને તારી શકે !
વર્ષોનો ચઢેલો કાટ પણ બળવાન ઘસનાર ઉતારે તો કાટ કેમ ઊતરે કે કેમ ઊતર્યો, એ ન પુછાય. જે રીતે ભવ્ય આત્માનો સ્વભાવ મુક્તિએ જવાનો છે, તે જ રીતે અભવ્ય આત્માઓનો સ્વભાવ મુક્તિ કે મુક્તિનાં સાધનો યથાસ્થિતપણે નહિ પામવાનો છે અને એ સ્વભાવનું પરિવર્તન કરવાની શક્તિ તો શ્રી જિનેશ્વરદેવોમાં પણ નથી. એવી ઘણી વસ્તુઓ છે કે જેમાં પરિવર્તન શ્રી ને જિનેશ્વરદેવો પણ કરી શકતા નથી; એ જ કારણે તમે જાણો છો કે, શ્રી સુધર્મા ઇંદ્ર એક ક્ષણ આયુષ્ય વધારવાનું ભગવાનને કહ્યું, પણ ભગવાને જણાવ્યું કે, આયુષ્ય વધારવા કે ઘટાડવા તીર્થંકરદેવો પણ સમર્થ નથી. અનંત શક્તિના