________________
459 - ૧૧ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 – ૪૫૯ ધણીએ પણ પોતાની આ અશક્તિ કબૂલ કરી કે નહિ ? એ જ રીતે કોઈ પણ *વસ્તુના સ્વભાવનું પરિવર્તન કરવાની શક્તિ કોઈમાં પણ હોય જ નહિ. જો એ શક્તિ હોય તો સંસાર અવશ્ય ખાલી થાત, અને બધા જીવો મોક્ષે જાત, કારણ કે, સઘળા જ આત્માઓને અનંત સુખના સાગરમાં ઝિલાવવાના ઇરાદાથી “સવિ જીવ કરું શાસનરસી” એ ભાવનાવાળા શ્રી તીર્થંકરદેવમાં જો સ્વભાવનું પરિવર્તન કરવાની શક્તિ હોત, તો તે પરમતારક દુનિયાના એક પણ પ્રાણીને આ દુ:ખમય, દુ:ખફલક અને દુ:ખ પરંપરક સંસારમાં રહેવા જ ન દેત.
આ વાત સાંભળીને કોઈ ઉન્મત્ત એમ કહેવા હિંમત કરે કે, “તો તો એમ જ કહોને કે, તમારા શ્રી તીર્થંકરદેવોમાં તારવાની શક્તિ નહિ હોવા છતાં, તમે તેઓને તારક તરીકે ઓળખાવવા માટે જ અનંત શક્તિના ધણી વગેરે વગેરે કહીને દુનિયાને મૂંઝવો છો !” તો એની સામે તો ઘણું ઘણું કહી શકાય તેમ છે. જેમ કે, કાળાશ કાઢીને ધોળાશ લાવવાની તાકાતવાળો પણ સાબુ લાખો મણ વાપરીએ તો પણ કોલસા ધોળા થાય ? નહિ જ, તો એથી કાંઈ સાબુમાં ધોળાશ લાવવાનો ગુણ નથી એમ કહેવાય ? ન જ કહેવાય, કેમ કે, સ્વભાવે જ કાળા અને કાળા રહેવાને જ સરજાયેલા ધોળા ન થાય એમાં વળી પ્રશ્ન જ શો ? સ્વભાવ ફેરવાય નહિ! - આત્માનો સ્વભાવ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત સુખ છે. એ અભવ્યમાં પણ હોય, પણ અભવ્યનો એ સ્વભાવ છે કે, એ સ્વરૂપ એને પ્રગટ થાય જ નહિ. કોઈ પણ આત્મામાં અનંત ચતુષ્ટયી નથી એમ નથી. આત્મા માત્રમાં છે; પણ સ્વરૂપનું પરિવર્તન કરવાની શક્તિ અનંત શક્તિધરમાં . પણ નથી.
બનાવટી સ્વભાવ ફેરવાય પણ કુદરતી સ્વભાવ ન જ ફેરવાય, માટે કાળું . એ કાળું જ રહે અને ધોળું એ ધોળું જ રહે. કર્મનું આવરણ તો ભવ્ય અને
અભવ્ય બેય પર અનાદિથી છે, પણ એને સર્વથા ખસેડવાની તાકાત-યોગ્યતા ભવ્યમાં છે અને અભિવ્યમાં નથી; આથી જે ભવ્યને કર્મક્ષયની સામગ્રી ન મળે તે મુક્તિએ ન જાય, જે ભવ્યને કર્મક્ષયની સામગ્રી મળે તે મુક્તિએ જાય, પણ અભવ્યને એટલે કે, મુક્તિમાં જવાની યોગ્યતા નહિ ધરાવતા આત્માને તો સામગ્રી મળે તો પણ મુક્તિએ ન જ જાય. ' સામાન્ય રીતે દુન્યવી દષ્ટાંત તરીકે એ વાત વિચારો, તો પણ સમજાશે કે, સંતતિની યોગ્યતા ધરાવતી કુળવધૂને પણ પૂર્વ કર્મસંયોગે બાળવૈધવ્ય આવે તો સામગ્રીના અભાવે તે સંતતિ વિનાની જ રહે છે; એ જ રીતે સંતતિની યોગ્યતા