________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
ધરાવતી કુળવધૂને સૌભાગ્ય ૨હે તો સંતતિ થાય, પણ જે સ્વભાવે જ વંધ્યા હોય અને એનો પતિ ઠેઠ સુધી જીવે તોયે સંતતિ ન જ થાય, કેમ કે, સંતતિ ન થવાનો તેનો સ્વભાવ જ છે, એટલે સામગ્રી હોવા છતાં પણ સંતતિ ન જ થાય. એ જ રીતે મુક્તિગામી ભવ્ય, જાતિભવ્ય અને અભવ્ય આત્માઓ માટે પણ સમજી લેવું જોઈએ; આથી જ કહેવું પડે છે કે, સ્વભાવમાં પરિવર્તન થતું નથી.
૪૬૦
460
બીજી રીતે પણ વિચારો કે, ઉખરભૂમિમાં સારામાં સારું બીજ વાવો, . સારામાં સારી વૃષ્ટિ થાય, હવા અને સૂર્યનો તાપ પણ જેવો જોઈએ તેવો અનુકૂળ મળે, છતાં પણ એ ભૂમિમાં પાક થાય ? ન જ થાય, કારણ કે, એ ભૂમિનો સ્વભાવ જ એવો છે, પણ એથી એ ભૂમિ ઉખર શા માટે ?’ એમ નજ પુછાય, કારણ કે, તે ભૂમિનો સ્વભાવ જ એવો છે.
એ જ રીતે કમળ પર ગમે તેટલું પાણી પડે તો પણ એ ભીનું ન થાય, એટલું જ નહિ પણ એને પાણીનો લેપ પણ ન લાગે અને થોડું પણ પાણી શરીરં કે વસ્ત્ર ઉપર પડે તો તે અવશ્ય ભીનાં થાય્. કારણ કે. કમળનો સ્વભાવ જ એવો છે કે, એને પાણીનો લેપ ન લાગે; માટે જે ચીજનો જે સ્વભાવ છે તે સ્વભાવની સામે કશો પ્રશ્ન જ ન હોય.
આથી જ ‘આકાશ પોલું કેમ ?’, ‘સૂર્યના ઊગવાથી પ્રકાશ કેમ ?' વગેરે પ્રશ્નો ન પુછાય. જેમ સ્વભાવમાં પ્રશ્ન ન હોય, તેમ સ્વભાવ ફેરવવાની શક્તિ કેમ ન હોય ? એમ પણ ન જ પુછાય, કારણ કે, સ્વભાવ ફેરવવાની શક્તિ પણ કોઈનામાં જ નથી હોતી; જો એ શક્તિ માનીએ તો તો આપણે પણ કહેવું જ પડશે કે, શ્રી તીર્થંકરદેવ ઉપકારી નહોતા ! જો હોય તો શક્તિ છતાંય શા માટે એકને પણ મૂકીને એ પહેલા મોક્ષમાં જાય ! માટે ખરી વસ્તુ સ્થિતિ જ એ છે કે, વસ્તુસ્વરૂપમાં પરિવર્તન થઈ શકતું જ નથી માટે એમ ન થઈ શકે. એથી અનંત શક્તિમાં ખામી ન કહેવાય.
યાચક માગવા ન આવે ત્યાં દાતારની ખામી નથી જ, કારણ કે, ઉદારતા તો ઘણી છે પણ યાચક વિના આપે કોને ?
વૃક્ષની છાયામાં બેસનારને એ ઠંડક આપે, પણ જે બેસે નહિ તેને લઈને વૃક્ષનો એ ગુણ ગયો એમ ન જ કહેવાય.
સૂર્યના પ્રકાશથી ચોટ્ટાઓને પોતાનો વેપાર બંધ ક૨વો પડે છે માટે વેપાર બંધ કરાવવાનો સ્વભાવ સૂર્યનો છે, એમ આ દુનિયામાં પણ કોઈ જ કહેતું નથી; કારણ કે, જેનામાં જે વસ્તુ મેળવવાની યોગ્યતા નથી, તેને તે વસ્તુ