________________
405
–
– ૩૨ ઃ સમકિત-દૂષણ પરિહરો ! - 32
–
૪૦૫
પ્રથમ દોષ શંકા :
આ પાંચે દોષોમાં પ્રથમ દોષ શંકા છે. એ શંકાથી બચવા માટે કલ્યાણના અર્થીએ ખાસ પ્રયત્નશીલ રહેવું જોઈએ. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી સઘળી જ વસ્તુમાં આત્માને નિઃશંક બનાવવો જોઈએ; કારણ કે, તેમ કર્યા વિના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતીન્દ્રિય તથા કેવળ આગમગમ્ય જ પદાર્થોમાં આત્મશક્તિ થયા વિના રહે તેમ નથી અને એક પણ વસ્તુમાં શંકા, એ આત્મકલ્યાણની સાધનામાં પરમ સાધનરૂપ સમ્યગ્દર્શનને મલિન કર્યા વિના રહે તેમ નથી.
આ વાત જરૂર સંભવિત છે કે, શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી ઘણી વાતોને સમજવા માટે શંકા કરવી પડે, આ રીતે સમજવા માટે કરેલી શંકા જિજ્ઞાસારૂપ હોવાથી એ દોષરૂપ નથી; પણ તે શંકા દોષરૂપ છે કે, જે શંકા શ્રી જિનેશ્વરદેવોના વચનમાં જ આત્માને શંકિત બનાવે; આથી કોઈપણ ભોગે કલ્યાણના અર્થી આત્માઓએ પોતાના આત્માને એવી સ્થિતિમાં ન જ મૂકવા જોઈએ, કે જેથી પોતાનો આત્મા, એક તો ઉપકારી અને અસત્યના કારણરૂપ રાગાદિક સઘળાયે દોષોને સંપૂર્ણતયા નાશ કરનારા શ્રી જિનેશ્વરદેવોનાં વચનોમાં શંકિત થઈ જાય.
શ્રી જિનેશ્વરદેવોમાં શંકિત ન થવાય તેવું ત્યારે જ બને, કે જ્યારે અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થઈ જાય ! એનું કારણ એ છે કે, કોઈપણ છદ્મસ્થ આત્માને અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી દરેક • વસ્તુ પ્રત્યક્ષ થઈ શકતી જ નથી માટે જે આત્માઓ પ્રત્યક્ષ સિવાયની વસ્તુ માને નહિ, એટલું જ નહિ પણ જે આત્માઓની પાસે આગમોને અનુસરતી યુક્તિઓ સમજવાની પણ બુદ્ધિ ન હોય અને તે છતાંય પોતાને બુદ્ધિસંપન્ન અને વિચક્ષણ માનતા હોય, તેવાઓને જરૂર જ શંકાઓ ઊભી થયા કરે અને પછી એ શંકા જો ચાલુ ને ચાલુ જ રહે, તો પરિણામ એ જ આવે કે, “બુદ્ધિમાં ન ઊતરે એ સંભવે જ કેમ ?” આ માન્યતા થાય; એ જ શંકા.
શંકા થાય એટલે મિથ્યાત્વ આવે, પછી એ વચન પ્રત્યે સભાવ ન જાગે અને સંભાવના અભાવે “સમજાય નહિ, હૃદયમાં ઊતરે નહિ, એ માનવું કઈ રીતે ?' એવો પ્રશ્ન ઉદ્ભવે; પણ મિથ્યાત્વના જોરે તે આત્માઓ એ ન જ વિચારે કે, વ્યવહારમાં પણ નીતિ છે કે, “કોઈ વાત ગળે ન ઊતરે તો પણ ડાહ્યા માણસની સલાહ માનવી.”
જ્યારે વ્યવહારમાં સામાન્ય માણસની સલાહ માનવી પડે, તો ધર્મમાં અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોના વચન ઉપર વિશ્વાસ રાખવામાં હાનિ શી ?