________________
૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય
વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૭, માગસર વદ-0)), સોમવાર, તા. ૩૦-૧૨-૧૯૨૯
• શ્રી સંઘની સૂર્યના રૂપકથી સ્તવના : • દીક્ષા એ અગ્નિકુંડ પણ છે ! • સારી વસ્તુ પણ અધમ આત્માને ખટકે જ !
ઉદાસીન ભાવને કેળવો : • જિનપૂજાનું વિધાન શા માટે ? • દ્રવ્યપૂજા આત્માને ઊંચે લઈ જનાર છે : • શ્રી જિનમૂર્તિનું સ્વરૂપ : • દ્રવ્ય, એ ભાવનું કારણ છે :
સાધન વિના સાધ્યસિદ્ધિ થાય જ નહિ : • કારણને જ કારણ તરીકે મનાય : • મૂર્તિ, એ મોક્ષની કૃતિ છે : • ચાર નિક્ષેપા વિના જૈનશાસન નહિ :
શ્રી સંઘની સૂર્યના રૂપકથી સ્તવના :
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી તરત જ પૂજ્યની કોટિમાં આવતા શ્રી સંઘની, શ્રી નન્દી સૂત્રના મંગલાચરણરૂપે અનેક રૂપકોથી સ્તુતિ કરે છે. તે રૂપકો પૈકીનાં નગર, ચક્ર, રથ, કમળ અને ચંદ્રનાં રૂપકો તો આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા. ‘હવે સૂર્યના રૂપકથી શ્રીસંઘની સ્તુતિ કરતાં સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે –
+“કપિલ, કણભક્ષ, અક્ષપાદ અને સુગત આદિ મતોનું અવલંબન કરનારા જે કીર્થિકો છે તે જ ગ્રહો છે, તેઓની એક એક દુર્નયના સ્વીકારથી હુરી રહેલી પ્રભાનો - અનંત નયમય પ્રવચનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનરૂપ સૂર્યના પ્રભાસમૂહથી નાશ કરનાર, તપ-તેજરૂપ દીપ્તિમતી કાંતિને ધરનાર અને જ્ઞાનરૂપ પ્રકાશથી યુક્ત એવા ઉપશમપ્રધાન શ્રી સંઘરૂપ સૂર્યનું કલ્યાણ હો.” + “જતિવિહિપદ-નાસ', તવોદિત્તા નાજીવસ ના, માઁ મસંથસૂરસ્ત પાપા”
- શ્રી નંદીસૂત્ર