________________
૨૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ –
શ8. ભક્ત હોવાનો આડંબર કરે છે અને એ આડંબરના યોગે એવાઓ આજે અનેક ભદ્રિક આત્માઓના ધર્મધનનો અજબ રીતે સંહાર કરે છે. આવા પાપાત્માઓથી કલ્યાણના અર્થી આત્માઓએ નિરંતર બચતા રહેવાનું છે અને એ જ કારણે આવી આવી વાતો તરફ તમારું ધ્યાન ખાસ ખેંચવું પડે છે.
લગભગ સાત-આઠ વરસ ઉપરની એક વાત છે કે - પોતાને પંડિત માનનાર એક વ્યક્તિએ એક પુસ્તક તૈયાર કર્યું એમાં શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનું અને દેવદ્રવ્ય આદિનું કપોલકલ્પિત રીતે કોઈ પણ જાતના વાસ્તવિક પ્રમાણ કે યુક્તિ વિના મનગમતું ખંડન કરી શાસ્ત્રોની, શાસ્ત્રકાર મહર્ષિઓની અને ખુદ શ્રી તીર્થંકરદેવની પણ ઘોર આશાતના કરી. તે પુસ્તકને વળી એ જ પુણ્યપુરુષ શ્રી આત્મારામજી મહારાજાને અર્પણ કરી, પોતે તેમનો પરમભક્ત હોવાનો આડંબર કર્યો !! આવા અધમ આત્માને પણ તે જ પુણ્યપુરુષના પરમભક્ત શિષ્ય તરીકે પોતાને ગણાવતા અને મનાવતાઓએ પંડિત' તરીકે માન્ય રાખી, તેની પીઠ થાબડવા જેવું કામ કરતાં પણ આંચકો ન ખાધો !!! આ તે શિષ્યો કહેવાય કે શિષ્યાભાસો કહેવાય ?
મૂર્તિને નહિ માનનાર અને મૂર્તિનો ભારોભાર વિરોધ કરનાર એવા કુપંથનો ત્યાગ કરી, અનેક તકલીફો વેઠીને પણ તે માર્ગનું ઉમૂલન કરી, સન્માર્ગનું સ્થાપન કરવા ઇચ્છનાર જે પુણ્યપુરુષે અનેકને ઉન્માર્ગથી હઠાવી સન્માર્ગમાં સ્થાપ્યા, શ્રી
૧. પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજનું ચાતુર્માસિક વ્યાખ્યાન :
કાર્તિક સુદ-૧૪ સ્થળ-વિદ્યાશાળા, અમદાવાદ બેચરદાસે “જૈનસાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” નામની ચોપડી લખી. તેમાં તેણે કેટલું ભાંડણ કર્યું ? રત્નરશેખરસૂરિ મહારાજ માટે તો એ પાપીએ લખી નાંખ્યું કે – “પેલો, પરમ દિવસે થયેલો રત્નશેખરસૂરિ' વિગેરે. આ ચોપડીમાં તેણે દેવદ્રવ્ય ઉડાવ્યું, જિનમૂર્તિ ઉઠાવી, જિનાગમ ઉઠાવ્યું, કાંઈ બાકી ન રાખ્યું, આવા પુસ્તકને તેણે અર્પણ કોને કર્યું ? પૂજ્યપાદ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબને ! અને તે પણ જંગમ તીર્થસ્વરૂપ, ભાવાચાર્ય વગેરે વિશેષણો માપીને ! વારુ, એ અર્પણ પૂ.પા.આત્મારામજી મહારાજને શા માટે ? લોકોને એથી એમ બતાવવું છે કે આત્મારામજી મહારાજ (જો કે તેઓ શ્રી સ્વર્ગત થયા છે, તેમના સમુદાયના આગેવાન મુનિઓ એની સાથે સમ્મત છે.
લોકોમાં આવા વિચારો ઘર ન ઘાલી બેસે એ માટે પ્રતિકારરૂપે મારે “સત્યનું સમર્થન” નામનું પુસ્તક બહાર મૂકવું પડ્યું. એમાં મેં લખ્યું હતું કે ભાઈ ! તું જેને સમર્પણ કરે છે, તે જે કહે તે તું માનીશ કે નહિ ? આત્મારામજી મહારાજ તો મૂર્તિ દેવદ્રવ્ય, આગમ વગેરે સિદ્ધ કરે છે. તેમને એવા અધમ પુસ્તકનું સમર્પણ કેમ શોભે ? - જુઓ - વીરશાસન સાપ્તાહિક પેજ-૧૧૯, તા. ૨૬-૧૧-૨૬ શુક્રવાર
વિક્રમ સંવત ૧૯૮૩, કારતક વદ-૭