________________
૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22
૫૫
સાગરનું સદા કલ્યાણ હો અને આપણે એ જ કહીએ છીએ, કારણ કે, આવા શ્રીસંઘરૂપ સાગરની સેવામાં જ આપણે આપણું કલ્યાણ માનીએ છીએ.
255
સૂત્રકાર મહર્ષિ શ્રીસંઘને નગર આદિ સાત ઉપમાઓથી સ્તવ્યા પછી, હવે શ્રીમેરૂપર્વતની ઉપમાથી સ્તવના કરે છે. શ્રી જૈનશાસનમાં શ્રીમેરૂપર્વત સુપ્રસિદ્ધ છે, કારણ કે, શ્રી જિનેશ્વરદેવોના જન્માભિષેક શ્રીમેરૂપર્વત ઉપર થાય છે.
આ શ્રીમેરૂપર્વત જંબુદ્વીપના મધ્ય ભાગમાં આવેલો છે અને તે એક લાખ યોજનનો છે; સહુથી મોટો તથા દેખાવે સુંદર છે; દેવોનું ક્રીડાસ્થાન છે; તથા આખા લોકનાં મધ્યભાગમાં આવેલો છે અને આખા લોકની શોભારૂપ એ છે. તેમ શ્રીસંઘ પણ આખી દુનિયામાં શોભારૂપ છે. આખા લોકમાં મેરૂની જોડી નહિ મળે. બીજાં ક્ષેત્રોમાં મેરૂઓ તો છે, પણ તે નાના છે; માટે શ્રી જૈનદર્શનમાં તે ક્ષુદ્ર મેરૂ તરીકે ઓળખાય છે. મહામેરૂ તો આ એક જ .
લોક પણ જગત માને છે તેટલો નાનો નહિ,પણ અસંખ્યાત દ્વીપ અને સાગર પ્રમાણ છે અને તેની બરાબર મધ્યમાં આવોલો શ્રીમેરૂપર્વત, એ આખા લોકનો મર્યાદાભૂત છે. દિશાઓની ગણના પણ મેરૂથી થાય છે. ચંદ્ર-સૂર્ય પણ તેની જ આજુબાજુ ગતિ કરે છે. બધાં જ ક્ષેત્રો એની ચોમેર છે, મેરૂ એ દરેકના કેન્દ્રસ્થાને છે. આખા લોકની મર્યાદા બાંધનાર એ, દિશા બતાવનાર એ, મધ્ય કેન્દ્ર એ અને શોભાનું સ્થાન પણ એ. એ અતિશય રમણીય છે અને અપ્રકંપ
.
તથા શાશ્વત છે. દરેક કાળમાં તે એક જ સરખો રહે છે. કાળની અસર એના
ઉપર જણાતી નથી. તેવા જ પ્રમાણવાળો, એ તો કાયમ રહે.
એક શબ્દાવાચી પદાર્થો હોય જ :
સભા: મેરૂ વગેરેને પણ આજના શ્રદ્ધારહિત આત્માઓ કલ્પિત માને છે !
જે માણસો બધાને જ કલ્પના માને તેને ન પહોંચાય. જે દુનિયાના સ્વરૂપને નં માને, તેને ન સમજાવાય. એક શબ્દના નામવાળા પદાર્થો સત્ય જ હોય. એક
નામના પદાર્થો જગતમાં હયાતી ભોગવતા જ હોય. બે શબ્દોની જોડીથી બનેલો પદાર્થ કદી ખોટો પણ હોય. એ પદાર્થ હોય અગર ન પણ હોય; પણ એક શબ્દથી કહેવાતા પદાર્થો તો હોય જ. એ શાશ્વત નિયમ છે કે, એક શબ્દથી કહેવાતા પદાર્થો તો દુનિયામાં જ હોય જ. ‘આકાશ-કુસુમ’ એ બે શબ્દથી બનેલો પદાર્થ છે; અને એ નથી એ વાત પણ સાચી છે; કારણ કે, આકાશ-કુસુમ જેવી કોઈ વસ્તુ જ નથી, પણ ભેગા થયેલ શબ્દોથી કહેવાતી બંને વસ્તુ મોજૂદ છે, કારણ કે, ‘આકાશ’ પણ છે અને ‘કુસુમ’ પણ છે. જેટલી ચીજો એક શબ્દથી કહેવાતી હોય છે, તે બધી જ સાચી છે; અર્થાત્ અસ્તિત્વ ધરાવે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ,