________________
૨૫૭
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 255. આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વો છે જ. દુનિયામાં જે વસ્તુ ન હોય એનું નામ જ ન હોય. ન હોય એનું નામ અને ક્યાંથી ? એમને કહો કે, જે વસ્તુ ન હોય એનું નામ તો લાવો ! શાસ્ત્રકારોએ કહેલા પદાર્થોની સાબિતી આ શબ્દો જ કરે છે, પ્રમાણની વાત તો પછી ! “નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ' એ તો નિક્ષેપા છે. પણ એ છે કોના ? વસ્તુના છે, “કલાચંદ' એ નામ તેઓએ ન સાંભળ્યું હોય, માટે જગતમાં હોય જ નહિ એમ ? આ તો એવા છે કે, જે એમણે ન સાંભળ્યું, ન વાંચ્યું કે ન જોયું, તે હોય જ નહિ' એમ કહે છે. એવા હઠીલાઓને કહેવાય પણ શું?
સભાઃ શાસ્ત્રો ભગવાને લખ્યાં છે ?
ભગવાન તો કંઈ જ લખતા નથી. જેને મોંઢે યાદ હોય, જેને બધું જ . સાક્ષાત્ હોય, એને ચોપડીનું કામ શું ? ભગવાનની પછી શક્તિસંપન્ન તો કંઈ લખતા જ નથી; શક્તિ ઘટી ત્યારે જ લખાવ્યું. એમને કહો કે, “લખેલું ખોટું છે . એમ સાબિત કરો, પછી એને ખોટું કહો.” મુનીમ પચ્ચાસ ઠેકાણે લેવડદેવડ કરી આવે અને એ બધી ટપકાવે પછી શેઠને બતાવે. શેઠ પૂછે કે, “આની ખાતરી શી ?” તો મુનીમ કહે કે, “ખોટું લાગે તો તપાસ કરો.” યાદ ન રહે એ લખે, માટે ખોટું કહેવાય ? પચ્ચાસ જણની સાથે લેવડદેવડ કરનાર એક મુનીમ મોઢે રાખીને કહી દે એ સાચો અને બીજા ટપકાવીને કહે એ ખોટો, એમ ? લખેલું ખોટું સાબિત કરવું જોઈએ, પછી એને ખોટું કહેવાય. જેમ આપણે એમની વાતો ખોટી પુરવાર કરીએ છીએ, તેમ એ લોકો આ વાતોને ખોટી પુરવાર કરે ને ! જેટલી વસ્તુ શાસ્ત્રમાં વર્ણવી છે, તે એમણે ન જોઈ કે ન સાંભળી, માટે “નથી” એમ કહેવાનો તેમને બિલકુલ હક્ક નથી. વૈજ્ઞાનિકો તો દુરાગ્રહી નથીઃ
વૈજ્ઞાનિકો કદાગ્રહી નથી, પણ આ લોકો કદાગ્રહી છે. વૈજ્ઞાનિકો તો પોતે જુએ છે એટલું જાહેર કરે છે, પણ એટલું જ છે” એમ નથી કહેતા અને બીજાઓ વધુ બતાવે તો તેને સ્વીકારવાનો ઇન્કાર પણ નથી કરતા. જ્યારે વિજ્ઞાનવાદીઓના ઓઠા નીચે આજના કદાગ્રહીઓ અનંત જ્ઞાનીઓએ કહેલી અને સંપૂર્ણ સત્ય તરીકે ભાસતી વસ્તુઓનો મનમાની રીતે ઇન્કાર કરતાં અચકાતા નથી. આ એક તેઓની ભયંકર કમનસીબી છે.
શ્રી સર્વશદેવે જે જે વસ્તુઓ કહી છે, તે તે વસ્તુઓ માત્ર નામથી જ નથી કહી, પણ તેના સ્વરૂપ, પરિણામ અને ભેદ-પ્રભેદો સાથે કહી છે. એક પણ વસ્તુ એવી નથી કહી છે, જેનું રીતસર સ્વરૂપ બાંધવામાં ન આવ્યું હોય. આવા કોઈપણ રીતે