________________
27 - ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22 – ૨૫૭ બાધિત ન થાય તેવા પ્રમાણભૂત આગમે કહેલી વસ્તુઓનો યથેચ્છ રીતે ઇન્કાર કરવો અગર તેની સામે એલફેલ બોલવું, એ વિજ્ઞાનવાદ નથી પણ જંગલીવાદ છે, જડવાદ છે. ડહાપણને દેશવટો આપીને પ્રમાણભૂત વસ્તુઓને પણ કલ્પિત કહેનારાઓથી તો પોતાની વાત પણ સાબિત નહિ કરી શકાય. હિન્દુસ્તાનના નકશામાં અહીં જ અમદાવાદ એની શી ખાતરી ? ગપ્પાં માર્યા છે; કોઈએ ચીતરી માર્યું છે.” એમ જો કોઈ વિદ્યાર્થી કહે તો તે ભણે કે બેવકૂફ રહે ? આવી જાતની બેવકૂફી કરનારો વિદ્યાર્થી, કહેવરાવવા માટે પણ લાયક નથી; તો પછી તે વિદ્વાન બને એવી તો આશા જ કેમ રખાય ? અત્યારે શ્રુતજ્ઞાન ઘણું જ ઓછું રહ્યું છે, એ વાત સાચી, પણ જે છે તે યથાસ્થિત જ છે; પૂર્વની અપેક્ષાએ નહિ જેવું છે એમાં ના નહિ. કારણ કે, નવ પૂર્વધર થયા પછી દશમા પૂર્વનો અભ્યાસ કરતા આ. શ્રી આર્યરક્ષિતસૂરિજીએ ભગવાન શ્રી વજસ્વામીજીને પૂછ્યું હતું કે, - “હે પ્રભો ! આપ કૃપા કરીને એ કહો કે, દશમા પૂર્વનું હું ભણ્યો કેટલું અને બાકી રહ્યું કેટલું ?”
આના ઉત્તરમાં સંપૂર્ણ દશ પૂર્વધર ભગવાન શ્રી વજસ્વામીજી મહારાજાએ ફરમાવ્યું કે - * “હજુ તો તું બિંદુમાત્ર જ ભણ્યો છે અને બાકી તો સાગર જેટલું છે.”
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, વર્તમાનનું શ્રત પૂર્વની અપેક્ષાએ નહિ જેવું જ છે.પણ જે છે તે એટલું બધું છે કે, જિંદગી સુધી ખૂટે તેવું નથી અને તેની સામે વિશ્વનો કોઈપણ વિદ્વાન ટકી શકે તેમ પણ નથી, કારણ કે, એમાં એક પણ વાત એવી નથી કે જે કૃત્રિમ હોય. વસ્તુને વસ્તુસ્વરૂપે જ્યાં વર્ણવાયેલી હોય, ત્યાં શું ચાલે ? વિદ્વાન પણ અસત્યને ખંડી શકે, પણ સત્ય આગળ શું કરે ? સત્ય આગળ તો વિદ્વાન માત્રને શિર ઝુકાવ્યે જ છૂટકો. પણ આજના જેઓ કલ્પિત મનઃસૃષ્ટિ ઉપર જીવનારા છે, તેઓને તો ડહાપણને પણ ગીરવે મૂકીને જ વાતો કરવી છે, એટલે થાય પણ શું ? દલીલથી વાત કરે એને પહોંચાય. શાસ્ત્રો નહિ માનનારા તેઓ ઇતિહાસને તો માને; એના ઉપર મોટી મોટી મદારો બાંધે અને નગરો તેમજ રાજાઓ તથા રમણીઓનાં રૂપ વગેરેનાં વર્ણનો પણ તેના જ આધારે કરે. ઇતિહાસ લખનારા તો પગારદાર પણ હોય છે અને નામનાના પણ ભૂખ્યા હોય છે, તેઓના લખાણને પ્રામાણિક માનનારા ૧. “શમચાચ પૂર્વચ, મયથીત વિય પ્રમો !!
અવશિષ્ટ શિવજોતિ, સપ્રસાદું સમરિશ પા૨૨૭ના” વિન્માત્ર વધાથીd-થિતુવં તુ શિરે ૨૨૮ાા”