________________
૨૫૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
અને નિઃસ્વાર્થપણે કેવળ હિતબુદ્ધિથી જ એક માત્ર વિશ્વના કલ્યાણ માટે જ લખનારા મહાપુરુષોના લખાણોને નહિ માનનારાઓને, કેવા માનવા એ ખાસ વિચારવા જેવું છે.
શાસ્ત્ર કહેલી ભાવનાઓને ચિંતવો !
258
જ્ઞાની પુરુષોએ દ્વીપ-સાગર આદિ વસ્તુઓનું વર્ણન, ત્યાં કોઈને મુસાફરી કરવા જવાની પ્રેરણા કરવા માટે નથી કર્યું, જગતના પદાર્થો ભોગવવા માટે એ બધું નથી કહ્યું, પણ આ બધું જાણ્યા પછી આત્મા એમ વિચારે કે, ‘દુનિયા આટલી બધી મોટી છે, એમાં ભૂલા પડ્યા કે, મૂંઝાયા તો ઠેકાણું પડવાનું નથી; આવડી મોટી દુનિયામાં ભટકવાથી આત્માનું શ્રેય નથી, ખાવાપીવામાં શ્રેય નથી.’ ખાય.છે તો સૌ, મળેલાને ખાય છે, મેળવીને ખાય છે, લૂંટીને ખાય છે, એ બધું કહેવાની શાસ્ત્રકારને જરૂ૨ શી ? મરતાં જો સાથે આવે તો છાતીએ બાંધીને લઈ જાય એવા પણ છે. જો એવા સમાચાર મળે કે, ખાવા-પીવા વગેરેની ચીજો સાથે આવે, તો સાથે ખાટલે બાંધીને લઈ જાય. દુનિયામાં ભોગસામગ્રી તો ઘણી છે. એ ભોગવી ભોગવીને તો કૈંક પાયમાલ થયા. આ બધું શાસ્ત્રકાર ત્યાં જવા માટે નથી બતાવતા, પણ આત્મા જગતના પદાર્થો પ્રત્યેની આસક્તિથી પાછો વળે, એ સમજાવવા માટે બતાવે છે.
બાર ભાવનામાં એક ‘લોકસ્વરૂપ’ ભાવના છે. ‘અનિત્ય’ આદિ બાર ભાવનાઓમાં ‘લોકસ્વરૂપ'ની પણ ભાવના આવે છે. એ ભાવનામાં લોકનું સ્વરૂપ વિચારી, આત્માની ફેલાતી જતી વિષયવૃત્તિને રોકવાની છે. આત્માને વિષય-કષાયથી પાછો વાળી પોતાના સ્વરૂપમાં સ્થિર કરવા માટે આ વર્ણન છે.
અનિત્ય ભાવના એ છે કે, ‘જગતના પદાર્થો નાશવંત છે, એને સાચવવાનો પ્રયત્ન તે ફોગટ છે. ક્ષણમાં હોય તે ક્ષણ પછી ન પણ હોય. જ્યારે દુનિયાના પદાર્થો અનિત્ય છે, ત્યારે એને વળગવું શા માટે ?’ કોઈ કહે, ‘ભલે નાંશવંત હોય પણ વળગીએ કેમ નહિ ?' ભાઈ ! એ પદાર્થો તારા નથી, પારકા છે, તું તે નથી, તું અને તે જુદો છે. સંસાર આખો અસાર છે, દુઃખમય છે. આમ એક પછી એક ભાવનામાં માત્રા વધતી જાય. આ રીતે ભાવના વધા૨વામાં હેતુ એ છે કે, દુનિયાના પદાર્થો તરફ દોડતું મન સંકોચાય, કાબૂમાં આવે. જગતના પદાર્થો અનિત્ય છે, પોતાના નથી, સંસાર અસાર છે, એ નક્કી થયા પછી કયું હૃદય પાપવાસનાથી ન સંકોચાય ? તાકાત હોય તો અસાર પદાર્થોમાંથી સાર લ્યો, પણ તમારો સાર એમાં ફસી જઈને ખરચી ન નાંખો. અનિત્ય અને અસાર પદાર્થોની સાધના પાછળ આત્મા પોતાનું ગુમાવી રહ્યો છે. ઘર સમરાવવું. પેઢી સાચવવી,