________________
259
– ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22 -
–
૨૫૯
છોકરાં રમાડવાં, માલ ખાવો, પછી થાકીને ઊંઘવું; ચોવીસે કલાક ધંધો તો આ જ ને ? પણ એ બધા કોણ ? તારા કે પારકા ?
તમારાથી તો દુનિયાના દર્દી સારા કે, જે વૈદ્યને હૈયાની દરેક વાત કરે; વૈદ્ય કહે તે ખાય અને ના કહે તે ન ખાય. આ તો એવા કે, હૈયાની વાત જ કહે નહિ. એમનો રોગ કોણ મટાડે ! રોગથી ટેવાયા છો ! પ્રાય: આજના લોકોને તો ઘર, પેઢી, ને પાઘડી વગેરે સાચવવાં છે. ધર્મની કશી જ પડી નથી. જે માણસ ઘરમાંથી નવરો થતો નથી, તે ધર્મનું શું ઉકાળે ? મંદિરમાં એવા પાંચ વધારે ભેગા થાય, તો મૂંઝવણ વધાર્યા સિવાય બીજું શું કરે ? માટે તો ‘નિસીહિ' કહીને મંદિરમાં પેસવાની વિધિ છે. “નિસીહિ' કહીને દેરાસરમાં પેઠા પછી પણ વાતો ઘરની કરે, યાદ ઘરને કરે અને ઘડિયાળ જોઈને ટાઇમ થઈ ગયો કહે તથા પૂજાને વાર હોય, પ્રક્ષાળ ન થયો હોય, તો ધમાલ કરી મૂકે. આ દશાવાળાઓનો ઉદય શી રીતે થાય ? દુનિયાની કઈપણ વસ્તુ પાસે રાખવા માંગો તો પણ રહેવાની નથી. લક્ષ્મી કદી રહેવાની નથી. એક રાતી પાઈ ધર્મમાં નહિ ખરચનારા અને મખીચૂસ બની બેઠેલાઓ પણ ભિખારી થયાના દાખલા છે ને ! પ્રભુના માર્ગનું સંરક્ષણ કઈ રીતે થાય?
એક શ્રાવકને ખોટ આવી; ઘર-બંગલા ગીરવે મુકાઈ ગયા; આટલું છતાં . એ કહેવા કે, મને ઓરતો નથી, લક્ષ્મી જવાની છે એ તો હું જાણતો જ હતો, એટલે મારે કરવાનું તો મેં કર્યું જ છે. એ વખતે પણ હું ત્રિકાળ જિનપૂજન તથા ઉભય ટંક આવશ્યક કરતો હતો અને અત્યારે પણ કરું છું. : એ શ્રાવક, પહેલાં પણ સાહેબ કહેવાતા હતા અને પછી પણ સાહેબ જ કહેવાય; એમને બધે ગાદી જ મળતી હતી. એમની ગાદી પછી પણ ગઈ નહિ. એનું કારણ કે, એ સાચા શ્રાવક હતા. . • આજ તો કહે છે કે, મંદિર, ભગવાન, મહારાજ, આગમ, ધર્મ એ બધું સાચું, એ સાચવવાનું ખરું, પણ ઘર-પેઢી ને આબરૂ એ ત્રણ સાચવીને પછી ! નહિ તો કોઈ વળી અંધશ્રદ્ધાળુ કહે, કોઈ વળી ભગતડા કહે, તિજોરીમાંથી કાઢવું પડે એ ક્યાં કરવું ? હવે વિચારે કે, જેના આત્મામાં અનિત્ય અને સંસાર આદિ ભાવનાઓ રમતી હોય, તેને આવા નકામા વિચારો આવે ? નહિ જ. પણ, - આજની દશા ભયંકર છે. ‘લોકો આજે એવા ધર્મી ગણાતાને હસે છે એમાં કંઈ નવાઈ જેવું નથી.
અધર્મીઓ કહે છે કે, “અમે અધર્મી છીએ તો ભલે ! પણ તમારા ધર્મી કેવા છે? શાસ્ત્ર બધી વસ્તુને અનિત્ય કહે છે, પણ અમે માનતા નથી; પણ તમારા