________________
23 .
૨ ઃ આરાધક, એ સંઘ ! - 2 - – ૨૩ તો પોતાને ગાંડા તથા પામર બુદ્ધિવાળા માને તેજ આવે અને એ જ પૂજા કરે. પેલા તો મંદિરમાં આવીને કહે કે-“આ સંગ્રહસ્થાન શા માટે ઊભાં કર્યાં છે ? એવાને કહો કે “ભાઈ ! એ તારા માટે નથી; તું તારે રસ્તે ચાલ્યો જા ! આ તો જેને ગમે છે તેને માટે છે.”
મંદિરમાં તો એવી અને એટલી મૂર્તિ જોઈએ કે-જ્યાં આંખ ફરે ત્યાં એ જ દેખાય. મોટા માણસનું દીવાનખાનું એવું હોય કે-જ્યાં આંખ જાય ત્યાં ચોંટી જાય; ચારેય તરફ ચિત્રાદિ હોય. અજ્ઞાન અને મોહમાં પડેલા આત્માઓ મહામુસીબતે પા કે અડધો કલાક મંદિરમાં આવે. ત્યાં તો સામગ્રી એવી જોઈએ કે-આવનારો નવું જીવન લઈને જાય. આ લોકોને તો ખુરશી પર બેસી, ટેબલ પર કાગળો મૂકી, મનગમતા લેખો લખવા છે અને વાતવરણ કલુષિત કરવું છે. તે સિવાય તેવાઓને કશું જ હિતકર કાર્ય સૂઝતું જ નથી. તેવાઓનું લખવું પણ એવું કનિષ્ટ છે કે-વાંચનારને તેની જાત ઉપર કેવળ દયા જ છૂટે. એક જણ લખે છે કે “સ્થળે સ્થળે ઊભેલાં મોટાં દેવાલયો, રાજદ્વારે ડોલતા પ્રમત્ત હાથીઓની સ્થિતિને ધારણ કરી રહ્યાં છે. આવા હાથીઓને વર્તમાન લોકશાસન ક્ષણભર નિભાવવાને તૈયાર નથી.” આ પ્રમાણે લખનારે કે બોલનારે લખતાં કે બોલતાં પહેલાં સામાન્ય બુદ્ધિથી પણ વિચારવું જોઈએ કે“મારી જાતની સમાજમાં કિંમત કેટલી છે ?” વગર કિંમતે બોલવું એની જનતા ઉપર કશી જ અસર નથી. વધુમાં તેઓએ જાણી લેવું ઘટે કે-યદ્રા તા બોલનારાઓની સમાજમાં ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી. મંદિરોને બોજારૂપ કહેનારા પોતે જ જગત ઉપર બોજારૂપ છે, એમ ધર્મો સમાજ મજબૂતપણે માને છે અને વધુમાં તે ધર્મો સમાજ એમ પણ માને છે કે મંદિરને બોજારૂપ માનવા જેવા પાપવિચારો તીવ્ર પાપોદય સિવાય આવતા નથી !
સભા: એવાને આ સાંભળવાની કશી ગરજ નથી. * એવાઓ તો પોતાની બુદ્ધિને જ સર્વશ્રેષ્ઠ માનતા હોવાથી, એવાઓને આ સાંભળવાની ગરજ જ ન હોય ! પોતાની લાયકાત જોયા વિના વર્તનારાની દશા ખરેખર ભયંકર જ થાય છે. માટે જ કહેવું પડે છે કે યોગ્યતા મેળવો એટલે પૂજ્યતા આપોઆપ આવી જશે : પૂજ્યતા માટે ફાંફા નહિ મારવાં પડે. શ્રીસંઘ તરીકે તીર્થકરની જેમ પૂજાવું હોય તો સંસારના પરમ તારક શ્રી તીર્થંકરદેવના જીવનનું ખૂબ મનન કરો. શ્રી તીર્થંકરદેવોને પણ ઉપસર્ગો અને પરિષહો સહવા પડે, તો અન્યને સહવા પડે એમાં આશ્ચર્ય શું છે ? શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવાય છે કે :