________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પામરતાને કાચે જ છૂટકો છે. એવી પામરતા કાઢી શુદ્ધ બુદ્ધિથી જો ધર્મની આરાધના કરવામાં આવે, તો આ લોકમાં પણ વગર પ્રયાસે લીલાલહેર છે.
૩૮૪
384
ખરેખર, દુનિયાની લક્ષ્મી એ પણ ધર્મની દાસી છે, નહિ કે માણસ વગેરેની ! દુનિયાની સાહ્યબી, એ તો ધર્મીની સેવિકા છે. જે ધર્મ મુક્તિ આપે, તે સંસારમાં પણ શાંતિ ન આપે, એ બને જ કેમ ? મુક્તિદાયક ધર્મમાં બધું આપવાની શક્તિ છે, પણ બીજું બધું માગતા નહિ. મુક્તિ માટે ધર્મ કરનારની સઘળી ચિંતા ધર્મ જ કરે છે. ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર ઉપસર્ગો ઘણા આવ્યા, પણ ધર્મે એ તારકને શરીરબળ તથા ધૈર્ય એવું આપ્યું હતું કે, એ ડગે જ નહિ. એ તારકની બધી જ ચિંતા ધર્મને હતી.
ઉપસર્ગથી ભગવાન શ્રી મહાવીરદેવનો આત્મા પ્રાણ મૂકીને ચાલ્યો ન જાય, એ ચિંતા ધર્મની હતી. ધર્મે ભગવાન શ્રી મહાવીરદેવને કહ્યું કે, ‘પાપ કર્યું એટલે ઉપસર્ગ તો આવશે, પણ ડગવા નહિ દઉં.' કેમ કે, ભગવાન શ્રી મહાવી૨દેવ પોતે હતા ધર્મના ! ધર્મ મુક્તિમાં મોકલે છે, મોકલવાનું કબૂલે છે,. પણ શરણ લો તો ! સેવક બનાવવા જાય એને નહિ, કદી બીજું માગશો તો નામના ખાતર આપશે, પણ એના યોગે બંધાયેલું પાપ પછી એવો ધક્કો મારશે કે ઝટ ધર્મ પાસે આવવા નહિ દે. ધર્મી દુ:ખી ન હોય. શ્રી શાલિભદ્રજીએ નવાણું પેટી માટે શું મજૂરી કરી હતી ? ધર્મીને દુઃખ ન હોય અને કદાચ અશુભોદયે દુઃખ આવે તો ધર્મી તે દુઃખને દુઃખરૂપ માને નહિ. ધર્મ લક્ષ્મી મેળવવામાં કે સદુપયોગમાં ?
ધર્મી તો જન્મે ત્યા૨થી મારવાનું છે એમ નક્કી જ માને છે, એટલે મરતાંયે દુ:ખી ન હોય. આવા આત્માઓને પણ ધર્મનું દાન કરનારા ધર્મગુરુ પાપની છૂટ આપે ? કોઈ નાના પાપ ઉપર પણ સમ્મતિની મહોર ધર્મગુરુ મારે ? ધર્મગુરુ એવી એવી મહોર નથી મારતા ત્યાં સુધી જ તમે બચેલા છો. જે દિ' ધર્મગુરુ કહે કે, ‘અમારી સંમતિથી હિંસા, જૂઠ, ચોરી વગેરે ગમે તેવા પાપમાં વાંધો નથી; એવા પાપથી મુક્તિ કાંઈ અટકવાની નથી; પૂજા ન કરો, સામાયિક ન કરો, વ્યાખ્યાનમાં ન આવો, તો પણ વાંધો નહિ; પણ અમારી સંમતિ મેળવો તો !' તો પછી બાકી શું રહેશે ? આમાંથી એક પણ નહિ આવે હોં ! પણ ધ્યાનમાં રાખજો કે, ચિઠ્ઠી લખીને મોક્ષ અપાવનારા ગુરુ અહીં નથી. અહીં તો ધર્મશાસ્ત્રના આધારે મોક્ષમાર્ગને દર્શાવે તે જ ગુરુ છે અને જે આત્મા તેની આજ્ઞા મુજબ વર્તી આત્માને લાગેલાં કર્મ વિખેરે, તેને જ મોક્ષ મળે છે.
અહીં સિફારસ ચાલતી નથી. સાચા ન્યાયાધીશ પાસે સિફારસ ન ચાલે. એ તો સિફારસ લાવે તેને જ કામ પડે તો સજા કરે અને સિફારસ લઈને