________________
385 – ૩૦ : મિથ્યાશાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર - 30 - ૩૮૫ આવનારને પણ કહે કે, “તું બનાવવા આવ્યો છે ?' જો કે એ તો પગારદાર, એને આશા છે, સાચો ન્યાયાધીશ ન કરે, છતાં ત્યાં તો કદાચ એ પણ થવાનો સંભવ છે. પણ સાચા જૈન સાધુ તો એમ કરે જ નહિ.
જૈન સાધુ દુનિયાના પ્રાણીને પાપમાં સંમતિ આપે જ નહિ. કોઈ પૂછે કે, વૈરાગ્ય આવ્યો છે, પણ પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા મળે તેવો વેપાર બતાવો તો દીક્ષા લઉં !” તો સાધુ કહે કે, એ નહિ બને, વૈરાગ્ય થાય એને પાંચ-પચ્ચીસ હજારની જરૂર શી ?” આવી ઇચ્છા થાય, એ જ વૈરાગ્યમાં પોલ સૂચવે છે. “આ આ મારું નથી” એમ હજુ જચ્યું જ નથી. આથી સદ્ગુરુને તો “વૈરાગ્ય કેમ થાય ?' એ જ પુછાય,
અનંતજ્ઞાનીઓનાં શાસ્ત્ર તો કહે છે કે, “લક્ષ્મીનો સદુપયોગ કરવામાં ધર્મ છે, પણ ધર્મ માટે લક્ષ્મી મેળવવી એ ધર્મ નથી. કમાવાની ક્રિયા એ પાપ છે; એની લીનતામાં ધર્મ ભૂલી જવાય; મળ્યા પછી પરિણામ ફરી પણ જાય; ધર્મને હમ્બગ કહેતા પણ થવાય; લક્ષ્મીના તેજમાં હૈયાનાં ચક્ષુ અંજાઈ જાય. લક્ષ્મીની લાલસા થઈ એટલે “પાપ ખરું, પણ ચાલે !' એમ થાય; એના આવ્યા પછી વિવિધ ભોગો ભોગવવાનું મન થાય; બહુ વધે તો પોઝીશન સાચવવાનું પણ મન થાય; મંદિર ઉપાશ્રયમાં પણ દમામસર ચાલે અને કહે કે, “સાધુ સાચા પણ અમારું માને કેમ નહિ?” આવું બધું લક્ષ્મીનો મદ બોલાવે છે.
ધર્માત્મા લક્ષ્મીવાન હોય એ વાત જુદી છે. આ દર્શનમાં લક્ષ્મી મેળવવાનું વિધાન નથી. અહીં લક્ષ્મીની તેવી મહત્તા પણ નથી. લક્ષ્મીવાન માટે બીજા
અંગ્યા રાખે એ વાત જુદી પણ એનું પોતાનું વર્તન કેવું હોય? અધિકાર પામીને * ઉન્મત્ત ન થાય એવા કેટલા ? સાચાં માતાપિતાની ફરજ શું?
મા-બાપ બાળકોને “નવ મહિના ભાર ઉપાડ્યો, ભીને પોઢી સૂકે સુવાડ્યો, માટે કહ્યું તેમ જ કર એમ કહે છે, પરંતુ જો હું માતા, હું પિતા” એમ કરવા કરતાં, પુત્ર પ્રત્યે મારી ફરજ શી છે ?” એ વિચારે તો એમ કહેવાપણું ન રહે. જો કેવળ સ્વાર્થ માટે બાળકને પોપ્યો હોય અને એ સ્વાર્થમાં સંતાનનું આત્મહિત લુંટાતું હોય, તો એવાં મા-બાપ કરતાં ન બાપા રહેવું. એ જ સારું. ખરું કે નહિ ?
કસાઈ બોકડાને ખૂબ ખવરાવે, અલમસ્ત બનાવે, કંકુનાં તિલક કરે, એ શા માટે ? એને વધેરવા ! એ ધર્મ કે ઉપકાર છે ? બોકડામાં જો બોલવાની શક્તિ હોય તો કહી દે કે, “આવી ખબર હોત તો હું ખાત જ નહિ.” કસાઈ, એ બોકડાનો પાલક કે ઘાતક ? આ દૃષ્ટાંત પોતા ઉપર લઈ લઈને દુર્ભાવના યોગે કેટલાય કહેશે કે, ચૌદશે મહારાજે અમને કસાઈ કહ્યા, પણ એવું કહેતાં પહેલાં