________________
૩૮૯
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
- 386 તેઓએ વિચારવું જોઈએ અને વસ્તુના ભાવ ન સમજાય તો પૂછવું જોઈએ. તેમ તમારે પણ અહીં ખોટી હા ન પાડવી જોઈએ. હા પાડી તો તમને પોતાના માનીને કહેવા યોગ્ય હિતકર કરવું અને કડવું પણ કહેવાનો !
આ સંબંધમાં આપણો કહેવાનો આશય એ છે કે, જે માતા-પિતા કેવળ પોતાના જ સ્વાર્થની વાત આગળ કરતાં હોય અને સંતાનની હિતકર પ્રવૃત્તિમાં ગમે તે ભોગે વિઘ્ન નાંખીને પણ પોતાનો સ્વાર્થ જ સાધવા માગતા હોય, તો તેવાં. માતા-પિતાઓને બાળક પણ બોકડાની જેમ કહી દે કે, “જો આપ કેવળ પોતાના સ્વાર્થ ખાતર દૂધ પાઓ છો, એમ ખબર હોત તો હું દૂધ ન પીવત. દૂધ ખાતર ખોટી કાર્યવાહી કરી નિયમા નરક આદિ દુર્ગતિમાં જવું, એના કરતાં દૂધ ન પીવું. એ શું ખોટું ? વિચારો કે, “સાચા પ્રેમવાળાં માતા-પિતાની ફરજ પણ શી? .
સભાઃ પણ ફરજ ન સમજે તો ? એ માટે તો સમજાવું છું. આ વાત તો સમજ્યા પછી કહેવાય છે. સભાઃ તો તે બરાબર.
આ સાંભળીને પણ જેઓને સત્ય નથી રૂચતું, તેઓ તો આ સાંભળીને મનમાં ને મનમાં બગડશે કે, “મહારાજે કેવી બાજી ગોઠવી ? અમને કસાઈ કહી પોતાની બાજી ગોઠવી ! બાળક અમારાં અને પોતે માંગણી કરવા નીકળ્યા. કલાક દોઢ કલાક બધું કહી છેવટે ઓવાની વાત લાવ્યા.” પણ એવાઓએ સમજવું જોઈએ કે, બાજી ગોઠવવા જેવું કાંઈ છે જ નહિ અને કોઈને પણ કસાઈ કહેવાનો આશય નથી, કારણ કે, સાધુને છેવટે તો આ સિવાય બીજી કઈ વાત કરવાની હોય ? અને બાળકના હિતનો એકાંતે નાશ કરનાર માતાપિતા થઈને પણ જો કસાઈ જેવું કાર્ય કરતાં હોય તો તેઓને અટકાવવાના પ્રયાસો પણ કરવા જ જોઈએ.
સભાઃ તમે પણ લોભી તો ખરા ને ? અરે, વિરતિદાનમાં તો મહાલોભી ! સભાઃ એ દોષ નહિ ?
તમે વિચારી જુઓને ? દોષ તો ત્યારે જ લાગે કે જ્યારે તેમાં સ્વપરના કલ્યાણ સિવાયની ભાવના હોય ! બહુ દાન દેનારને કોઈ કીર્તિ-લોભી કહે - એટલા જ માટે એ જો સાચો દાતાર હોય તો કદી જ દાન દેતો બંધ ન થાય.
ઘણા શિષ્ય કરવાથી આ શાસનમાં મુગટ, પાવડી કે પાલખી મળે છે? ના, કશું જ નહિ. તો પછી તે પ્રાપ્ત ન કરવા પરના કલ્યાણની પ્રવૃત્તિ કરવી, એમાં