________________
387
૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્માન વચ્ચેનું અંતર
દોષ જ નથી અને એમ દોષ મનાય, તો તો પછી એક પણ સારી કરણી લાયક નહિ રહે. માટે એવા કુવિકલ્પો કરવા, એ કોઈ પણ રીતે યોગ્ય નથી.
-
30
૩૮૭
અહીંયાં તો બધુંય કહી કહીને જ એ જ સમજાવવાનો આશય છે કે, સંયમનો સ્વીકાર, એ જ એક આત્મકલ્યાણનો રાજમાર્ગ છે અને આવા અનુપમ પ્રભુશાસનને પામી કેવળ સ્વાર્થવશ બનેલાં જે માતા-પિતા ‘ઘર સાચવ, પેટ ભર, પારકા ઘરની છોકરી લાવ અને એનાં છોકરાં રમાડવાના અમારા લ્હાવા પૂરા કર, આવા જ સંસ્કારો પોતાનાં બાળકોમાં નાંખે છે, તેઓ ખરે જ બાળકની એટલે કે બાળકના આત્મહિતની કારમી કતલ કરે છે.
સમ્યગ્દષ્ટિ માતા-પિતા તો ત્યાગના પાઠ ભણાવે અને જો તેમ થાય તો તે બાળક કાં તો શાસનદીપક બને અને એ બાકાત ન હોય તો કુળદીપક બને. આજે જે મા-બાપે ઊંધા પાઠ ભણાવ્યા. તેનાં બાળક કુળનાશક અને શાસનભંજક થયાં છે ને ? કુળની મર્યાદા ભ્રષ્ટ કરી કાળું તિલક કર્યું અને શાસનનો નાશ કરવા તૈયાર થયાં, એ નજરે જોવાય છે ને ? મદમાં ચડેલા એવાઓ આજે .શાસનનો નાશ કરવા તૈયાર થયા છે ને ?
દીકરાને સાચાં મા-બાપ તો કહે કે, ‘સાધુ થવાય તો સાધુ થા, ન થવાય તો અનીતિ તો ન કરતો, લૂખું સૂકું ખાશું પણ અનીતિ તો ન જ કરતો.’ દીકરો અનીતિથી કંઈ લાવે, તો તે દિવસે મા-બાપને ખાવું ન ભાવવું જોઈએ. ખરે જ, હું કહું છું કે, મા, ‘જે હોય તે ખરેખરી હિત કરનારી મા બનો અને જે બાપ હોય, તે ખરેખર હિત કરનાર બાપ બનો !'
વીતરાગ એ જ દેવ, નિગ્રંથ એ જ ગુરુ અને શ્રી વીતરાગભાષિત વીતરાગતાને પ્રાપ્ત કરાવનાર ત્યાગમય ધર્મ તે જ સદ્ધર્મ, આવા સંસ્કાર પાડી સંતાનોને એ ત્રણના સાચા સેવક બનાવો !!
. . અહીં સમ્યગ્દર્શનની વાત ચાલે છે. શ્રીસંઘરૂપ મેરૂની એ વજ્રમયી પીઠ છે; તેને દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ બનાવવી છે; એમાં પાંચ દેવ ન હોય તો દૃઢ બને. ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. ૫રમત સ્થિતનાં ગુણવર્ણન અને ૫. ૫૨મત સ્થિતનો પરિચય. એ પાંચ દોષો છે' શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન રૂપ પીઠને દઢ બનાવવાની ભાવનાવાળાઓએ, એ પાંચ દોષોને ટાળવા જોઈએ.