________________
383
૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્માન વચ્ચેનું અંતર
૩૮૩
વસ્તુનું જ વિધાન કર્યું છે. એથી જ છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા મુનિઓ પણ જેટલો પ્રમાદ કરે તેટલો તેમના ખાતે ઉધાર અને મહાવ્રતો વગેરેનું જે પાલન કરે તે જ આરાધના. એમાં જ્યાં સુધી ખામી હોય, ત્યાં સુધી મુક્તિ ન મળે.
-
30
છઠ્ઠા ગુણસ્થાનકનું નામ પ્રમત્ત કહ્યું, તે ભગવાને પોતાની મરજીથી નથી કહ્યું, પણ ત્યાં રહેનારા જીવોમાં પ્રમાદની શક્યતા છે માટે કહ્યું છે. ચોથાને અવિરતિ કહ્યું, પાંચમાને દેશવિરતિ કહ્યું અને છઠ્ઠાને પ્રમત્ત કહ્યું. છઠ્ઠા ગુણસ્થાનકને પ્રમત્ત કહ્યું તે પ્રમાદી રાખવા માટે નહિ હોં ! ‘પ્રમત્ત’ નામ રાખ્યું છે માટે પ્રમાદી રહેવું જ જોઈએ, પ્રમાદી રાખવા માટે જ કહ્યું છે, એમ જેઓ કહે, તે તો ગુણહીન પહેલે ગુણસ્થાનકે જ જાય; કારણ કે, તેઓએ માન્યતાનું આખું ચક્ર જ ફેરવી નાખ્યું; તેવી જ રીતે જેઓ પાપથી કંપતા નથી, એટલે કે, હૃદયથી પાપને પાપ માનતા નથી, તેઓ આજે પૂછે છે કે, ‘પાપ સેવવાની છૂટ છે કે નહિ ?' એવાઓને જ્ઞાનીઓ કહે છે કે, ‘તમારા પાપ ઉપર અમે એની કરણી તરીકેની છાપ ન જ મારીએ, અમે તો ગુણો ઉ૫૨ છાપ મારીએ, એટલે કે, સમ્યક્ત્વ ઉચ્ચરાવીએ, પણ મિથ્યાત્વ ન ઉચ્ચરાવીએ. બીજ, પાંચમ, રોહિણી વગેરે તપ ઉચ્ચરાવીએ પણ આટલા દિવસ ખાવાના નક્કી કરીને આવો, એમ ઉચ્ચરાવવા ન બોલાવીએ.’ હૃદયથી નક્કી જ કરી લેવું જોઈએ કે, સાધુ કઈ ક્રિયા ઉપર છાપ મારે ?
ન્યાયાધીશ મહોરછાપ ક્યાં મારે ? ‘જરૂર પડી છે માટે પાંચ રૂપિયા કોઈનું ઘર ફાડીને લાવું ?' એમ પૂછે ત્યાં છાપ મારે ? એવી છાપ તો ન જ મારે, એટલું જ નહિ પણ એ લાવ્યો એમ સાબિત થાય તો એને પકડવાના અને જેલમાં મોકલવાના હુકમમાં તો છાપ અવશ્ય મારે; એ જ રીતે પાપકાર્યમાં અમારી સંમતિ ન જ મંગાય.
ધર્મીની ચિંતા ધર્મ કરે !
સભા પાપથી છુટાય નહિ અને કોઈ પાપી કહે એ ગમે નહિ તો ?
એ કાંઈ ચાલે ? એવું ન જ ચાલે; માટે જ જેવા છો તેવા ઓળખાવાની હિંમત કેળવો ! ધર્મી થાય તો સારું, પણ પાપ કરતા હો અને કોઈ પાપી કહે તો ઉપકાર માનો ! પોતાનાં પાપ બતાવનારનો ઉપકાર માનો, તે સાચો જૈન છે અગર જૈન બનવાને લાયક છે. ‘તમે અનીતિ કેમ કરો છો ?' એમ કોઈ કહે, તો કહેજો કે, ‘આપના જેવો બચાવનાર ભવોભવ મળજો.' તમે વિષયમાં પડ્યા છો અને કોઈ એમ કહે કે, ‘ખરેખર, વિષયાંધ જીવો એ એ પામર છે.' એથી તમને ગુસ્સો આવે તો એના જેવી બીજી પામરતા કઈ છે ? માટે એવી