________________
૧૧૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
11. અહીં આવનારા શ્રીસંઘનું સ્વરૂપ સમજે તો કામ થાય. ન સમજે અને બચે એ અશક્ય. જેમ દેવ, ગુરુ અને ધર્મ “સુ” જોઈએ, તેમ “સંઘ' પણ “સુ” જોઈએ : મા બાપ, વડીલ, વાલી તમામ “સુ” જોઈએ. એ આ શાસનનો કાયદો છે. “કુ” ને છોડી દેવા અને “સુની સેવામાં જ રક્ત રહેવું. જે “સુ” અને “કુ' ન સમજે અને કહીએ તે માને નહિ તે રખડી મરે. “સુ” હોવા છતાં રખડે તો તેનું ભાગ્ય. આ શાસ્ત્ર “સુ” અને “કુની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે કે-જરા પણ મૂંઝવણ ન થાય. લાંબી આવડત ન હોય એ ચાલે, પણ સામાન્ય ચાવી તો બધાયના હાથમાં હોવી જ જોઈએ. કાપડની લાંબી પરીક્ષા ન હોય, પણ પોત જોતાં તો બધાને આવડે છે, જેથી શીર્ણ થયેલું તો ન જ આવે. શાક ઘરડું કૂણું તો બધા જ જુએ. સાધુ માટે તમે વધારે ન જાણો, પણ આટલું તો જાણી અને કહી શકો :- અમારા સાધુ સંસારની વાતમાં પડે નહિ અને કોઈને સંસારમાં રહેવાનું કહે નહિ. પૈસાટકા રાખે નહિ અને કમાવાનું કોઈને કહે નહિ. એ પોતે સંસારથી છૂટેલા હોય માટે બીજાનેય સંસાર છોડવાનું જ કહે, પણ ખાવા-પીવાનું, રંગરાગનું ન કહે. રાત્રે ન ખાવાનું, કંદમૂળ ન ખાવાનું, બ્રહ્મચર્ય પાળવાનું કહે, પણ પરણવાનું ન કહે. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વિગેરે ધર્મક્રિયાની જ વાત પૂછે, પણ બીજી આડીઅવળી વાતો પૂછી આવનાર આત્મા સંસારરસિક બને એવી વાતો ન કરે.' અમારી અને તમારી જોખમદારી સમજી
સગો બાપ હોય પણ ધર્મની વાતમાં વિરુદ્ધ પડે તો કહી દેવાનું કે-“મેળ નહિ મળે' પોતાના સાથી પોતે મેળવી લેવાના. કોની સાથે બેઠક-ઉઠક રાખવી, ક્યાં લેવડ-દેવડ કરવી, એ શોધવાનું કામ પોતાનું છે. તમારે પૈસા ક્યાં મૂકવા, એ માટે કોઈને સલાહ પૂછો, તો એમ કહે કે-સારી શાખવાળાને ત્યાં મૂકો, એમ કહે પણ એ પોતે કોઈનું નામ આપે ?ચારનાં નામ પણ આપે, પણ ચાલીસની સાથે સંબંધ થયા પછી પોતે એ શક્તિ મેળવી લેવી જોઈએ કે-જેથી ક્યાં વ્યવહાર કરવો એ સમજાય. બધી જોખમદારી બીજા પર ન મુકાય. જો એમ મૂકવા માંગતા હો તો‘પૂરી પરીક્ષા વિના કશું કરવું જ નહિ–એવો અભિગ્રહ કરો.
તમારા અને અમારા બંને ઉપર જવાબદારી છે. “આ પિંજણ રોજ શું ?” એમ કહેનાર કાયમ છતાં, આટલો વિગ્રહ છતાં, એ વેઠીને, ગાળો ખાઈને, આપત્તિ ઝીલીને, જોરશોરથી કહું છું, એનો હેતુ એ જ છે કે-અમારે માથે એ જોખમદારી છે. પણ જેવી અમારી ફરજ છે. તેવી તમારી પણ થોડી-ઘણી ફરજ છે કે નહિ ? પોતપોતાની જોખમદારી ઉઠાવાય તો કામ ઘણું જ સહેલું થાય. સાધુ તે કહેવાય. કે-જે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમને