________________
૫૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
– 536 | પેલી વાસનાઓ ઘર કરી ગઈ હોય માટે ન પણ રહે, એથી કાંઈ અભ્યાસ ઓછો જ છોડાય ?
સભા બે-પાંચ દિ' ન મળે તો રહે ?
ન રહે. શક્તિની ખામી છે. વારુ ! વીસ આની ન રહે તો સોળ આની રહે, બાર આની રહે, એક આની તો રહેને ? જે રહ્યું તે લાભમાં. તમારી માફક તદ્દન ખોટ તો નથી ને ? પેઢી વગરનાને ખોટ જાય કે પેઢીવાળાને ? પેઢીવાળો શ્રીમાન કહેવાય કે પેઢી વગરનો શ્રીમાન કહેવાય ? પેઢીવાળાને ખોટ પણ જાય, તકલીફ પણ વેઠવી પડે, છતાં શેઠ એ કહેવાય ! પેઢી વગરનો ઓછો જ . કહેવાય ? પેઢી વગરનો તો રખડતો પચીસનો પગારદાર કહેવાય. ભેદ સમજાય છે? ખોટના ભયથી પેઢી નહિ ખોલવાનું કહેશો ? સંપૂર્ણ અંશે એટલે શ્રી ગૌતમ મહારાજાદિ જેવું મુનિપણાનું પાલન દુષ્કર છે એમ માનીને તો કાળાનુસારી સંયમ કહ્યું છે ને ? શ્રી ગૌતમ મહારાજ જેવા આજે હોય ?. લાવવા ક્યાંથી ? આજે તો જેવું આત્માનું વીર્ય હોય તેવું સંયમ હોય
શ્રી ધના કાકંદી દીક્ષા લીધા પછી છઠ્ઠના પારણે આયબિલ કરતા હતા અને આયંબિલમાં માખી પણ ન બેસે એવો આહાર લેતા હતા. નવ મહિનામાં તો શરીરને ખોખું બનાવી દીધું. બીજા મુનિઓ તેમ ન કરી શક્યા, માટે એમનામાં મુનિપણું નહોતું એમ કહેવાય ? “વળી બાપ રે ! મુનિપણું કેમ લેવાય ?' એ પ્રશ્ન થાય છે, પણ “બાપ રે ! સંસારમાં કેમ રહેવાય ?' એ પ્રશ્ન થયો ? ઉપદેશ શાનો અપાય? સભા મુનિઓને ગૃહસ્થોની જરૂર છે, માટે ગૃહસ્થ રહેવા જોઈએ એવો
વિચાર ન કરે ? શાસ્ત્ર ના પાડે છે. તમારી ગરજ હોવાની કે રાખવાની શાસ્ત્ર ના પાડે છે. ગૃહસ્થ પણ સાધુ પોતાના આધારે જીવે છે, એમ ન માને. પણ એમના યોગે પોતાને જ લાભ થાય છે એમ માને. કોઈ કાળ એવો નથી કે, જેમાં ગૃહસ્થ જ ન હોય. મુનિ ન હોય એવો કાળ આવે, પણ ગૃહસ્થ ન હોય એવો કાળ આવે? ગૃહસ્થ તો છે જ, માટે “મુનિનું શું થશે ?' એ શંકાને સ્થાન જ નથી. મુનિ હશે તો ઉપદેશ મળશે એ વાક્ય ઉચિત છે. કેમ કે, મુનિ ક્વચિત્ આવે છે. ગૃહસ્થ તો છે જ. ચિંતા વસ્તુની કે કાંકરાની ? આ તો પડેલા છે. એમને કાઢવા અને અહીં લાવવા મુશ્કેલ છે. ગૃહસ્થપણું આવવામાં મુશ્કેલી ક્યાં છે ? અર્થાત્ કોઈને રૂપિયા આપો તો ના પાડે ? ના, પણ પાંચ પૈસા કાઢવામાં મુશ્કેલી છે.