________________
537
- ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40
- ૫૩૭
શાસનની રક્ષામાં મંદીને બહાને પચીસ રૂપિયા મહિને ખર્ચવાની ના પાડે, પણ એને પૂછો કે, ચા, પાનના ખર્ચામાં મંદી નડે છે ? એને કોઈ હજાર આપે તો તરત ખોળો પાથરે. શ્રીમંત બનવા સોએ સો ટકા નીકળે અને ઉદાર બનવા સેંકડે પાંચ પણ નહિ !
જે બનાવવું મુશ્કેલ છે તેનો વિચાર હોય, જે બન્યું, બનાવ્યું પડ્યું છે, તેનો વિચાર શો ? ગૃહસ્થ રહેશે કે નહિ એ શંકા છે ? લાખો મુનિવરો ભેગા થાય તોય સંસારીઓ રહેવાના. અનેક તીર્થંકરદેવો થઈ ગયા અને થશે તો પણ રહ્યા છે અને રહેશે. ઊલટા એ તો એવું કહી દે કે, “એ તો તીર્થકર છે, વિતરાગ છે, વિતરાગ છે તે કહે, આપણાથી એ કરાય ? આપણે તો બધું જોવાનું.' સાધુના વ્યાખ્યાનમાં આવે ત્યારથી જ હૃદયમાં એ બેઠું હોય કે, “એમણે તો ઘર-બાર છોડ્યાં માટે એ તો કહે, પણ આપણે તો બધું જ વિચારવાનું.' આથી જ શાસ્ત્ર કહે છે કે, સહજ વસ્તુનો ઉપદેશ ન હોય; જે સહજ ન હોય તેનો ઉપદેશ હોય. તરણ-તારણ જહાજ !
આત્માનું સ્વરૂપ નક્કી કરો તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચન ઉપર, એ તારકોના પુનિત માર્ગ ઉપર, પ્રભુની એકેએક આજ્ઞા ઉપર ક્યારેય પણ શંકા ન થાય, પણ આત્મસ્વભાવના રસિયા બનો તો ! શ્રી તીર્થંકરદેવે તીર્થ સ્થાપવા માટે કંઈ કહ્યું નથી, કંઈ નવું કહેવાના ઇરાદે કહ્યું નથી. પણ જે જેવું હતું તેને તેવા સ્વરૂપે કહ્યું છે, એટલે ત્યાં શંકાને સ્થાન જ નથી. જે વસ્તુ જેવી હોય તેને તેવી કહે. એમાં શંકા પણ શી ? . શાસ્ત્ર કહે છે કે, “શંકા મોહના ઉદયથી થાય. મોહ શું? “ગદં મમ” “હું” અને “મારું. એ ભાવના છૂટે તો આ ગમે. “હું કોણ ? એમાં ખોખાને (શરીરને) “હું” માન્યું અને મારું શું ? એમાં ઘરબાર, કુટુંબ-પરિવાર, લક્ષ્મી, બંગલાબગીચા, હાટ-હવેલી, વાડી-વજીફા વગેરેને “મારું” માન્યું; એને આ શી રીતે ગમેં ? તમે વ્યાખ્યાનમાં નક્કી કરીને આવો કે, “હું” અને “મારું જુદું છે, અને અહીં એ જુદું છે; એટલે કદી પાટલે મેળ મળતો નથી. “હા જી' બધા કહે. પણ અમલ વખતે મોટો ભાગ ભાગી જાય.
સભાઃ એવો પ્રશ્ન આપની પાસે નથી કરતા, એનું કારણ કે, ડર લાગે છે.
અહીં દોરડા-બોરડાં છે ? હું તો સમજાવું. સમજે અને માંગે તો આ ઓઘો આપું. હું આવ્યો શા માટે ? અમથો જ ? તમે સાધુને લાવ્યા કેમ ? સાધુપણાનો પ્રચાર કરવા કે સાધુનું સાધુપણું છોડાવવા ? તમારી “હા” માં “હા” ભણાવવા કે તમને તમે હો તેવા ઓળખાવવા ?