________________
229
- ૨૪: કોના અંતરનો અવાજ મનાય? - 24 – ૨૮૯ બાંધીને હોડીમાં નખાય તો એ કિનારે પહોંચે કે નહિ ? લજ્જાથી શીલ પાળે, એમાં હાનિ શી છે ? ઇચ્છા વિના સ્ટીમરમાં બેસાડાય, તો વિલાયત જવાય કે નહિ ? આર્તધ્યાન વધે કે રૌદ્ર ?
સભાઃ કહે છે કે, આર્તધ્યાન થાય છે.
એવું કહેનારને પહેલું એ તો પૂછો કે, “આર્તધ્યાન' એ શબ્દ લાવ્યો ક્યાંથી ? એ કહેશે કે, “જૈનદર્શનમાંથી !” પછી પૂછો કે, “આર્તધ્યાનના ભેદ કેટલા ?' તરત કહેશે કે, “એ તો જાણતો નથી !” કહી દેશું કે, “જે ચીજ પૂરી જાણતો નથી, એનો તને ઉપદેશ દેવાનો અધિકાર નથી.” એક ચીજ નથી તે મેળવવા ઇચ્છવું, મેળવવાની ક્રિયા કરવી, મેળવવી અને ભોગવવી, એ બધું એકતાનતારૂપ બને તો આર્તધ્યાન છે; વિષયકષાય ભોગવવામાં પણ એકતાનતારૂપ બને તો તે રૌદ્રધ્યાન છે. આઠ આના કમાય ત્યારે ઘાસની ઝૂંપડી ચાલે, પણ બે રૂપિયા કમાય એટલે ઓરડી જોઈએ, વધુ કમાય એટલે બંગલો જોઈએ, એ બધી વાતોમાં માલ નથી. જવા દ્યો એ વાતને !
શ્રી જૈનશાસનની દૃષ્ટિએ સુધારા જુદા છે. આજના સુધારકો સુધારા કરતા નથી, પણ સુધારાના નામે કુધારા કરે છે, માટે એમની સામે આટલું બોલી રહ્યા છીએ. એ લોકો કુપાશ કરે છે, તે સાબિત કરવા તૈયાર છું. સંઘમાં પહેલી સ્થાપના સાધુની છે.
સભાઃ આપની ભૂલ ન થાય ? ન થાય ! માટે તો પાનાં જોઉં છું, વારંવાર જોઉં છું, છદ્મસ્થ ભૂલે, પણ ભૂલ ન દેખાય તો કબૂલે, “ન જ ભૂલું એમ છમસ્થ કહે તો પાપી ! છvસ્થ છીએ માટે સર્વજ્ઞને જ શરણે છીએ. પૂર્વાચાર્યોની શક્તિ અમારાથી વધારે હતી,
એમનું જ્ઞાન પ્રભાવવંતું હતું, એમ અમે માનીએ છીએ. અમારી ભૂલ માનવા " તૈયાર છીએ, પણ તારક આચાર્યોની ભૂલ કાઢવા અમે તૈયાર નથી. - આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા પણ એક ઠેકાણે પોતાની મતિમાં વિચારભેદ પડ્યો અને એમાં ગુરુની સંમતિ મળી, તોય પણ કહે છે કે, “આ વાતમાં અમારો વિચાર જુદો છે, એમાં ગુરુની સંમતિ પણ છે, છતાં મહા બુદ્ધિમાન ભાષ્યકાર મહર્ષિનો મત જુદો છે, માટે અમે અમારી વાતને મૂકી દઈએ છીએ. કેમ કે, એ પરમ જ્ઞાનવાન ગંભીર આશયવાળા મહર્ષિ ક્યાં અને અલ્પ બુદ્ધિવાળા અમે ક્યાં !આ સ્થિતિ હતી માટે આ શાસ્ત્રોમાં વિપ્લવ ન થયો. કેટલાક મહાપુરુષોએ પોતાનો વિચારભેદ લખ્યો છે, ત્યાં પણ આગ્રહ