SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 288 ૨૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કેસર શા માટે જોઈએ ?' એમને પોતાને બધું જોઈએ. મોજાં ૫૨ પૉલિશ કરેલાં બૂટ, ગંજીફ્રોક, પહેરણ, ખમીસ, જાકીટ, કોટ, ઓવરકોટ ઝભ્ભા, નેકટાઈ, કોલર, હૅટ બધું જોઈએ ને ! એવાને કહી દેવું જોઈએ કે, ‘તારા જેવા ભિખારીને કેસર ન મળે તો ચાલ્યો જા, પણ જેને મળે છે અને એનાથી ભગવાનની ભક્તિ કરે છે; તેને તો કરવા દે !' હવે તેને સુધારક કહી સ્થાન ન આપો ! ‘તમને ઓળખી લીધા' એમ કહી ઘો ! ‘અભણ દુનિયાનું સત્યાનાશ વાળવા તમે પેદા થયા છો !' એમ એમને સંભળાવી દ્યો ! અરે એવો આદમી બોલવા ઊભો થયેલો હોય, પણ ઊંધું બોલતો હોય તો બેસાડી દેવો જોઈએ. સભા વિચાર ન સાંભળવા ? કચરો ભેગો કરીને વાળવાનું કામ ન કરવું જોઈએ ! સાવરણીનો ઉપયોગ કરવા માટે બહારની ધૂળ લાવીને ઘરમાં શું કામ નાખવી ? હવે એવાઓનાં ભાષણોને, વાતોને, લેખોને મહત્ત્વ ન આપો ! જેનામાં જવાબ દેવાની તાકાત હોય, તે જ એવાને સાંભળે, વગ૨ તાકાતવાળા માટે મનાઈ છે.. તેઓ કહે છે કે, ‘અમે વિધવા-વિવાહની પડખે છીએ.’હું પૂછું કે, તમને પડખે ઊભા રાખ્યા કોણે ? અરજી કોની આવી ? વગર ઊભા રાખે શું કામ ઊભા રહ્યા ?' જૈનસમાજની વિધવાઓની રૂઢ મર્યાદા છે કે, વૈધવ્ય, પાપના યોગે આવે છે. પહેલાં ત્યાગના રાગી ન થયા, વિષય-કષાયમાં રાચ્યામાચ્યા, એનું તો આ પરિણામ છે. એક દૃષ્ટિએ પતિનો વિયોગ એ અશુભોદય છે, પરંતુ જેનું અંતર જૈનત્વની ભાવનાથી વાસિત થયું હોય, એવાને તો એક જ દૃષ્ટિએ એમ પણ લાગે કે, ધર્મ કરવાની અનુકૂળતા મળી ! હવે ધર્મસાધનાની અનુકૂળતા છે, તો ધર્મ સધાવો !' આ મર્યાદાનો શા માટે નાશ કરવો ? હું એવાઓને કહું છું કે, તમારે ઘેર કોઈની અરજી આવી હોય અને તમને તમારા જેવી કોઈ મળી હોય તો બતાવો તો ખરા ! અને એની સાથે તમે તમારું કેમ ફોડી નથી લેતા ? એવાની સાથે એવા થાઓ, તો કોણ ના પાડે છે ? બીજાની લજ્જાનું-મર્યાદાનું લિલામ કરવાનો, બીજાની શાશ્વત મિલકતનું . લિલામ કરવાનો તમને શો અધિકાર છે ? રાજ્ય પણ વેપારીના માલનું લિલામ, અરજી મળ્યા વિના કે તેવા કોઈ કારણ વિના કરતું નથી. ખબર નથી કે, “ખ્ખા મુળોધનનની ।” ? - ‘લજ્જા એ ગુણસમૂહની માતા છે.’ લજ્જાથી તો સેંકડો પાપથી બચાય છે, સેંકડો આત્માઓ પાપથી બચે છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy