________________
૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? - 24
એમને પૂછું કે, તમારે દોષ ઘટાડવા છે કે બીજું કાંઈ કરવું છે ? ઉત્તમ કુળની વિધવામાં રૂઢ મર્યાદા છે કે, અશુભના યોગથી વૈધવ્ય આવે છે અને વૈધવ્ય આવ્યા પછી પુનઃ પાણિગ્રહણ થાય નહિ; આ મર્યાદા રૂઢ છે, એને તોડાવવામાં લાભ શો છે ? દોષો ઘટાડવામાં સામેલ છું. દોષો આવવાનાં તમામ કારણો વિધવા પાસેથી છીનવી લેવાં, ઉત્તમ કુળમાં જન્મેલી બાઈ વિધવા થઈ, કે એને ઉત્તમ સંસર્ગમાં રહેવાની તમામ યોજના કરી આપવાના, ઉત્તમ સંસર્ગમાં રહેવાના, ઉત્તમ શિક્ષણ આપવાના પ્રબંધો યોજવાના રસ્તા લો ને ! જે ઉત્તમ બાઈઓની ઇચ્છા નથી, તેને બલાત્કારે વિધવાવિવાહ કરાવવા પાછળ પડવું; એનું નામ સુધારો છે ?’ આ તો એવા છે કે, ન પૂછો વાત.
287
૨૮૭
એક આદમી કહે કે, ‘મારે આનું ખૂન કરવું છે, પણ મારી પાસે ચપ્પુ નથી.’ એટલે ‘લે આ ચપ્પુ, માર અને નથી માર્યું એવી સાક્ષી હું આપીશ !' એમ કહેવું ? આ લોકો એવું કહેનારા છે. ડાહ્યો માણસ તો એનું ચપ્પુ પડાવી લે અને ખૂનના પાપથી બચાવે. હું એવાઓને કહું છું કે, દોષ કાઢવા હોય તો હું તમારી ભેગો છું એ લોકો કહે છે કે, ‘પુરુષ કેમ બે વાર પરણે છે ?' આ બધી વાત મારે એમની સાથે થયેલી પણ છે અને આવા સવાલ-જવાબ થયેલા છે. ‘પુરુષને કેમ હક્ક ?' મેં કહ્યું કે, ‘તમે એ વાત કબૂલ કરો અને ઠરાવ કરો કે, ‘પુરુષે બીજીવાર ન પરણવું !' એટલે એ કહે છે કે, ‘એ તો ન બને !' પોતાને પોતાનું પાપ ચાલુ રાખવું છે અને જેને પાપ નથી કરવું, તેને પાપમાર્ગે ઢસડવા છે, એ ક્યાંનો ન્યાય ? સુધારાની સાથે અમારો અણબનાવ નથી અને કોઈનો પણ ન હોય, પરંતુ સુધારાના નામે પાપપ્રચારની સામે તો અમારો સનાતન વાંધો છે અને રહેવાનો જ !
શ્રી જૈનશાસનની દૃષ્ટિએ પરોપકાર !
સભા વિધવાવિવાહને એ લોકો પરોપકાર કહે છે.
ભલે કહે, મોટામાં મોટો પરોપકાર કહે તો પણ ના કોણ પાડે છે ? પરોપકારનો અર્થ શો છે ? શ્રી જૈનશાસન પરોપકાર કોને કહે ? કોઈને મોક્ષના માર્ગે લઈ જવો તે પરોપકાર છે, પણ હૈયા વગરનાઓને આ ન સૂઝે ! એ તો વાત વાતમાં કહે છે કે, ‘આટલાં મંદિર શાં ! આટલી મૂર્તિ શી !' હું પૂછું છું કે, ‘આટલા માળા, બંગલા અને બગીચા શા ?' મંદિર તથા તીર્થો એમની આંખોમાં ખૂંચે છે, પણ માથેરાન નથી ખૂંચતું ! આઠ-આઠ મહિના બંગલા ખાલી રહે છે, ત્યાં પણ હજી બંગલા બંધાવે છે. પૂજામાં કહે છે કે, ‘ચંદન હોય પછી