________________
૨૮૭ – સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૧ -
296 ) એથી જ હું કહું છું કે, એ લોકોની શબ્દજાળમાં ન મૂંઝાઓ ! એ લોકો તો , કહે છે કે, “સંઘ, મંદિર, મૂર્તિ, ઉજમણાં વગેરેમાં આજ સુધી જે પૈસા ખર્ચા, તે નિરર્થક રીતે પૈસાનું પાણી કર્યું છે, આ દશાવાળા સુધારો શું કરશે ? સુધારાના નામે પાપપ્રચાર ન કરો!
જો એમ કહે કે, “મંદિર તથા મૂર્તિને માનું છું, એ તરવાનું સ્થાન છે, પણ એમાં આટલી આટલી ખામી છે' તો એને ડાહ્યો કહીએ, એનું સાંભળીએ; જરૂર " સાંભળીએ, પણ મૂર્તિ વગેરે જોતાંની સાથે જ આંખો કાઢીને કહે કે, “આ શું ખડક્યું છે ?” તો એને કહેવું પડે કે, “બહાર જા ! તારા જેવાની સાથે વાત કરવામાં માંગતા નથી.” જે ભગવાનની મૂર્તિને ખડકલો કહે, તે શું ઉકાળશે ? :
એ વાત ખરી છે કે, કેટલીક ક્રિયા અવિધિથી થાય છે, પણ તેટલાં માટે એ વસ્તુ કંઈ ખોટી કહેવાય ? શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “અવિધિથી કરાતી ક્રિયા કરનારને પણ વિધિની ભાવના હોય તો એવી ક્રિયા પણ – એ ભક્તિ પણ મોક્ષની દૂતી છે. જો વિધિને સ્થાપવાની શક્તિ ન હોય તો અવિધિવાળી ક્રિયા બંધ કરાવી શકાય નહિ. અવિધિનું ખંડન કરવું એ જુદી વાત છે અને એ ક્રિયા બંધ કરાવવી એ જુદી વાત છે. ખામીવાળી પણ સારી ક્રિયા ચાલુ રખાય, બંધ ન કરાય !” ભાંગેલો તૂટેલો વેપાર પણ ચાલુ રખાય, બંધ ન કરાય ! વ્યવહારમાં પણ જે વેપારમાં લાખોની આવક હતી, તેમાં હવે સેંકડોની આવક છે, છતાં ચાલુ રખાય છે અને કહેવાય છે કે, સામાની એ ફરજ છે કે, લાખોની આવકવાળો વેપાર થવાના રસ્તા બતાવે, પણ એ ન બતાવી શકે તો વેપાર ચાલુ રખાવે. પણ બંધ ન કરાવે ! કેમ કે, સેંકડો પણ ન મળે તો પેટનો ખાડો કેમ પુરાય ? એ જ રીતે સુધારો કરનારને, ખામી કાઢનારને કહો કે, “શ્રી જિનેશ્વરદેવે કહેલી વસ્તુ વાજબી છે, એ કબૂલ કર, કલ્યાણકર માન, પછી ખામી બતાવવા ઊભો રહે, તો સાંભળીએ અને એને સુધારવામાં સામેલ પણ થઈએ.”
ઘણા કહે છે કે, “તમે વિધવાવિવાહના પ્રશ્નમાં આડા કેમ આવો છો ? હું
૧.xxપ્રથમખ્યા તથવિજ્ઞાનવચિવા પ્રજ્ઞાપનીયસ્થવિધિવોપોનિકુવન્ય તિતસ્ત્ર तादृशानुष्ठानमपि न दोषाय, विधिबहुमानाद् गुर्वाज्ञायोगाच्च तस्य फलतो विधिरूपत्वादिति ।। xxx ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिन इदानीन्तनव्यवहारमुत्सृजन्ति अन्यं च विशुद्धं व्यवहारं सम्पादयितुं न शक्नुवन्ति ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति ।। xxx
- યોગવિશિા , થા-૨૬-ટી ||