________________
૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? - 24
૨૮૫
શાસનરસિક થઈને જે યોગ્યતા મેળવે, તેને ‘ભાઈ’ કહીને વળગો ! બાકી લાખ કમાયા વિના લક્ષાધિપતિ શી રીતે કહેવડાવાય ? વગર શાખે આબરૂવાળા શી રીતે કહેવાય ? દેવાળિયાને શાહુકાર બનાવવા માટે એકદમ શાહુકાર પોતાની પેઢી પર એને બેસાડે ? કેવી ગાંડી વાતો છે ! ચોરની પાસે શાહુકારે ઊભું રહેવું પણ ખરાબ છે. એ લોકોને શુભાશુભ કર્મનો ખ્યાલ જ નથી. જાતિ બે પ્રકારની છે; જન્મજાતિ અને ગુણજાતિ. ગુણ આવ્યા પછી જન્મની જાતિ ફરી પણ જાય છે.
285
સભા અને ગુણ ચાલ્યા જાય તો પણ જન્મની જાતિ ફરી જાય ?
એ પણ બને ! કુળથી કે જાતિથી જૈન છે, એને અજૈન કોણ કહે છે ? જ્યાં સુધી આડો ફાટે નહિ, ત્યાં સુધી નામનો હોય તો તેવો પણ જૈન તરીકે એ રહેલો જ છે અને રાખેલો જ. છે ! એ જ રીતે બહારનો (ઇત૨) સીધો થાય, તો એને પણ લઈ શકાય છે. જૈનત્વ જેનામાં લાગે તેને લેવાય, એમાં ઇન્કાર નથી.
એ લોકોને પૂછો કે, તમારે તમારી જાતને સુધારવી છે કે જાતને બગાડીને પણ એમને સુધા૨વા છે, પોતાની જાતનું જે બગાડે તે સામાનું શું સુધારે ? સારા કુળમાં જન્મ્યા છે; સારા સહવાસમાં છે, સારા લત્તામાં છે, તોયે આચરણાઓના સ્થળે જાય છે, તો પછી શી દશા ? આ સ્થિતિમાં અધમ આચારો આચરે છે, તો પછી હલકાના સહવાસમાં ગયા પછી રહેવાનું શું ?
સભા સાહેબ ! મુદ્દો એ છે કે, બધા એવા થાય, પછી કોઈ એમને ખરાબ તો ન કહેને ?
હવે સમજ્યા ! એવી દાંડી પીટાવો કે, બધાએ એક સ૨ખા દેખાવું હોય, તો તમામ શાહુકારોએ દેવાળું ફૂંકવું. મરજી છે ?
સભા ભરત મહારાજે પણ જમવા આવતા શ્રાવકોની પરીક્ષા કરી હતી.
આ લોકોને એ નથી પાલવતું. એ તો શંભુમેળો કરવાનું કહે છે. જૈનશાસનની કર્મથીયરી ફરે તો એ બને, પણ એ તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ !' એક કાણો, એક બોબડો, એક લૂલો, એક લંગડો, એક આંધળો, એક દેખતો, એક રાજા, એક શંક, એક ધોળો, એક કાળો, એક આદમી, એક જનાવર, એક ડાહ્યો, એક દીવાનો આ ફેરફાર શાથી ? જો સમાનતા જ હોય; તો બધા ગોરા કેમ નહિ ? એક માના બે દીકરા; તેમાં એક ડાહ્યો અને એક પાગલ એનું કારણ શું ? ત્યાં પાછા એ કર્મ માને છે.
સભાઃ માનતા નથી, માનવું પડે છે.