SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ 469 - - ૩૯ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 - ૪૬૯ આથી દુનિયામાં જેમ દમિયલ માટે નિસરણી ન ફેરવાય, પણ તેને જ એમ કહેવાય કે, “તારાથી ન ચડાય તો તે નીચે બેસ, મારાથી બનતી સામગ્રી હું તને આપીશ.’ એ જ રીતે આજના સંસારરસિકોને એમ કહેવાય છે કે, ‘તમારાથી ન થાય તો ન કરો, થોડું કરો, પણ વસ્તુ ન ફેરવાય.'વસ્તુ ફેરવવી એટલે તો દુનિયા ફેરવવા જેવું થયું, માટે એવું તો ન જ થાય; એ જ કારણે પરમ ઉપકારી અને પરમ વીતરાગ એવા શ્રી જિનેશ્વરદેવોએ પણ સનાતન ક્રમ પ્રમાણે વસ્તુ જેવી હતી. તેવી જ કહી અને સમર્પ, માટે ત્યાં શંકાને સ્થાન જ નથી. કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, સર્વશે કહેલ હોવાથી એ માર્ગમાં સંદેહ ન જ થાય. છતાં મોહના યોગે સંદેહ થાય તો વિચારવું કે - એક; તો મારી મતિની દુર્બળતા છે, બીજું; તેવા પ્રકારના મહર્ષિઓના સંયોગનો અભાવ છે, ત્રીજું; જાણવાલાયક વસ્તુનું સ્વરૂપ ગહન છે, ચોથું; મારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, પાંચમું; દૃષ્ટાંત કે હેતુ બધી વસ્તુ માટે મળતાં નથી; આટલાં કારણોથી મને સારી રીતે ન સમજાય એ બને પણ સર્વજ્ઞો કદી ખોટું કહેતા જ નથી; પણ સાચું જ કહે છે. • અપકારી ઉપર પણ ઉપકાર કરનાર, રાગ, દ્વેષ અને મોહ ક્ષીણ થયા છે. જેમના એવા તે જિનેશ્વર દેવોને અસત્ય બોલવાનો એક પણ હેતુ નથી; માટે શ્રી સર્વજ્ઞ પરમાત્માના વચન ઉપર કે એ તારકને અનુસરીને કહેનારા મહર્ષિઓના વચન ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ જ કારણ નથી.” . ભૂલ પોતાની ને દોષ દેવો બીજાને? જેમ ખિસ્સામાં પૈસા ન હોય માટે ઝવેરીને ત્યાં માળા નથી એમ કહેવું એ મૂર્ખાઈ છે, લેવાની તાકાત ન હોય માટે કંદોઈને ત્યાં મીઠાઈ નથી એમ કહેવું તે બેવકૂફી છે, સારું શાક લેવાના પૈસા ન હોય માટે વાસી લાવે અને કહે કે, બજારમાં શાક મળતું નથી એ મૂર્ખ છે, અઢી હાથનું પંચિયું હરનારો કહે બજારમાં રેશમી ધોતિયાં મળતાં નથી એ પણ ન જ મનાય, ગાંધીને ત્યાં મીઠું પણ મળે અને સાકર પણ મળે, પણ ભીલનો છોકરો કહે કે એકલું મીઠું જ મળે છે, તો કહેવું પડે કે, સાકર પણ મળે છે. પણ તારી પાસે તે લેવાનું સાધન નથી, તેવી જ રીતે કોઈને પોતાની મતિના અભાવે વસ્તુ ન બેસે માટે વસ્તુ નથી એમ
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy