________________
૨ : આરાધક, એ સંઘ ! - 2
શાસ્ત્ર તો ત્યાં સુધી કહ્યું કે-કોઈ ગાળ દે તો પણ વિચારવાનું કે-મારા અશુભ કર્મના ઉદયથી મને ગાળ દેવાનું એને મન થયું. એ તો ઉપકારી કેઅશુભ કર્મ ખપાવવામાં સહાયક થયો. એકની બે ગાળ દેવાય એ તો નીચી કક્ષા છે, માટે સમજવું જોઈએ કે-અશુભના ઉદય વિના કંઈ ખરાબ થતું નથી. સુવર્ણ સો ટચનું બનવા માટે પોતે અગ્નિમાં પડે છે; આદમીને પડવાનું નથી કહેતું. આજનાઓ તો કહે છે કે-‘અમને સો ટચના બનાવવા હોય તો તમે અગ્નિમાં પડો !' પણ જે પડે તે બને ! બહાર રહ્યે ઓછું જ બનાય ? સો ટચનું બનવા માટે પોતે અગ્નિમાં પડવું જોઈએ, પણ આ તો બીજાને કહે છે. એનું કારણ એ છે કે-જાત ભુલાઈ ગઈ છે. પોતાની યોગ્યતા જોવાની લાયકાત રહી નથી. જૈનશાસન એવાને શરણ નથી આપતું. જે પોતાની જાતની ચોવીસે કલાક ચોકી કરે છે તેને શરણ આપે છે. મિથ્યાત્વ ક્યાં છે ? દોષ ક્યાંથી આવ્યો, વિગેરેની તપાસ રાખો. ઇચ્છા મુજબ ચાલનારને માટે શ્રી જિનેશ્વરદેવના ધર્મની આરાધના શક્ય નથી. ઇચ્છા મુજબ વર્તવું હોય તેણે મહેરબાની કરીને શાસનથી અલગ થઈ જવું જોઈએ. ઇચ્છા મુજબ ચાલીને પ્રભુમાર્ગમાં ૨હેવું, એ વાંધાભરેલું છે.
21
૨૧
આપણી બુદ્ધિમાં ન જચે, ખોટું અગર કરડું દેખાય, છતાં ‘જિને કહ્યું એ જ સાચું' આ મનોભાવના શ્રી વીતરાગના શાસનમાં જોઈએ. જ્યાં આ મનોભાવનાની ખામી હોય ત્યાં દોષ કોનો ? માટીમાં મળેલા સોનાની કિંમત ઓછી થાય ત્યાં દોષ કોનો ? માટીને દૂર કરવા માટે જ્યાં નાખે ત્યાં સુવર્ણ પડવું પડે; બાળે તેટલું બાળવું પડે; આ બધી પ્રક્રિયામાંથી બરાબર પસાર થાય તો સૌનું, નહિ તો માટી. હોઈએ તેવા કોઈ ઓળખાવે એમાં નાનમ શી ? આ ભાવના આવે તો માર્ગની સાધના સહેલી છે, નહિ તો અશક્ય છે. આ ભાવના આવ્યા પછી મૂંઝવણ ન થાય; ગમે તે સંયોગોમાં પણ ગભરામણ નહિ થાય.
આ ભાવનાના અભાવે મૂંઝવણ થાય, પછી બધા ખોટા વિચાર થાય, ‘સાધુ પાસે જાઉં તો ખરો, પણ પોઝીશનનું શું ?' આવા આવા વિચાર આવે. શાસ્ત્રકાર કહે છે કે-પોઝીશનને ઘેર મૂકો. ચક્રવર્તી સંયમ લેવા જાય ત્યાં ચક્રવર્તીપણું રાખે, તો તે સંયમ પામી શકે નહિ. છ ખંડનો માલિક, વર્ષો સુધી દેનારો પણ પ્રસન્ન મુખે ભિક્ષા માટે હાથ ધરેને ? પૂર્વાવસ્થામાં પોતાથી કંઈ ગુણી નીચી કોટિના એવા પણ પૂર્વદીક્ષિતના ચરણમાં પણ શિર ઝુકાવે. કેટ્લો હૃદયપલટો થાય ત્યારે આ બને એ વિચારો ! જેના ચરણમાં બત્રીશ હજાર મુકુટબદ્ધ રાજા ઝૂકતા, હજારોની સંખ્યામાં દેવતાઓ જેની સેવામાં હાજર