________________
૨૦.
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ કે સાચાં મા-બાપની ભક્તિમાં આડે આવે, એ મા-બાપ વસ્તુતઃ મા-બાપ જ
નથી !
આરાધક ન બનાય તો વિરાધક તો ન જ બનો!
શ્રીસંઘની પૂજ્યતા માટે નિષેધ કોણ કરે ? સૂત્રકાર મહારાજાએ સ્તુતિ કરતાં સુંદર ધ્યાન આપ્યું કે-ભૂલા ન પડીએ, ભ્રમ ન થાય અને સત્ય વસ્તુ હાથ આવે. શ્રીસંઘ જેવી ઉત્તમ કોટિની વસ્તુને શરણે જવામાં નાનમ કશી જ નથી, પણ સ્વામી તો તે કહેવાય કે જે સેવકને પોતાના જેવો બનાવે ! ખરેખર, જે પોતાના જેવા ન બનાવે તે સ્વામી નથી; એટલે આપણી ફરજ છે કે-આપણે જેના જેવા બનવા માગતા હોઈએ તેની જ સેવા કરવી જોઈએ. આપણે એવા નવરા નથી કે-જ્યાં ત્યાં માથું નમાવીએ ! જ્યાં ત્યાં બેલની માફક ઝૂકે, એ તો ગમાર કહેવાય. જ્યાં ત્યાં કૂતરાની જેમ પૂંછડી હલાવે, એ તો સ્વાર્થી પામરો છે. એવાઓ સાચી વસ્તુ ન પામે. સમ્યગ્દષ્ટિ જ્યાં ત્યાં “ઇચ્છામિ ખમાસમણો” ન કરે ! શ્રમણત્વ જુએ ત્યાં જ નમે. એ જેટલો નમ્ર તેટલો જ અક્કડ ! એવું અભિમાન જાતવાનને તો હોય : જાતહીનને ભલે ન હોય. વાતવાતમાં વાણિયા મૂછ નીચી સહી, એમ સમ્યગુદૃષ્ટિ ન કરે. એ એવા કે-નમે ત્યાં પાંચ અંગો નમાવે અને ન નમે ત્યાં એક પણ અંગ સીધું હૃદયપૂર્વક ન નમાવે.
સેવા, યોગ્યની હોય ! જેના જેવા બનવું હોય તેની સેવા હોય !! જ્યાં લૂંટફાટની ધમાલ બોલતી હોય, સન્માર્ગની કતલ થતી હોય, ત્યાં સમ્યગુદૃષ્ટિ શિર ન ઝુકાવે ! એવાને તીર્થકર જેવા માનીએ પૂજીએ, એ કેમ બને ? આરાધના ન થાય તો કંઈ નહિ, પણ વિરાધના તો ન જ થવી જોઈએ. માર્ગદર્શક ન મળે તો ઊભા રહેવું જોઈએ, પણ ઉન્માર્ગે તો ન જે જવું જોઈએ. તમને નમવું યોગ્ય નથી લાગતું એમ કહેવાની છૂટ છે, પણ નમીને ઊંધું વાળો એ ન પાલવે ! આંધળિયાં કરવાની શાસ્ત્ર ના પાડી, પણ “સાધુ ખરા' એમ કહો તે પછી તો “પણ-બણ' ન પાલવે ! બાપજી કહ્યા પછી ઝઘડો ન હોય.
સાધુપણાનું સ્વરૂપ એવું ઉઘાડું છે કે-શંકા ન પડે. સાધુ લાખ રૂપિયા ન રાખે, પણ બે-પાંચ રાખે તો વાંધો નહિ, એમ તો કહ્યું જ નથી ને ? મૂળગુણ એવા કહ્યા કે-એમાં ફેરફાર ન ચાલે : ઉત્તર-ગુણોમાં તીવ્રતા યા મંદતા હોય એ બને. જ્ઞાન ઓછું-વધતું હોય એ ચાલે, કારણ કે-એનો આધાર ક્ષયોપશમ પર છે. આરાધનમાં વધશે તેમ એ આવશે. ચીલે ચાલનાર ઘેર પહોંચવાનો છે, પણ મૂળગુણમાં ફેરફાર નહિ. માણસ માત્ર પોતાની યોગ્યતાની પોતે તપાસ કરતો હોત, તો આ ઉલ્કાપાત ન હોત.