________________
૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ - 31
એક રડે, એક હસે અને ત્રીજો કહે કે, ‘આ જ આને રોવડાવે છે’ એ ...વાજબી છે ? પેલો કહે કે, ‘વાત સાંભળ ! એના રુદનનો હેતુ જો !' તોય પેલો કહે કે, ‘ના ! એ પંચાતમાં હું ન પડું; હું નજરે જોઉં છું ને !' આવાને કેમ પહોંચાય ?
399
૩૯૯
કહે છે કે, ‘શાહુકાર ભાગ્યો કે નહિ ? મેં નજરે જોયો.’ પણ ‘શા માટે ભાગ્યો ?’ એ વાતને એ લોકો સાંભળે જ નહિ. હવે તો કહે છે કે, ‘શાહુકાર ભાગે શું કરવા ? એને ભય શો ?' એમ કહેનારાઓને પૂછો કે, ‘એને ભય નહિ તો દેવાળીયાને ભય ? એ ન ભાગે અને લૂંટારાઓ આવે તો ! આ બધું એ ઉશ્રૃંખલ વિરોધીઓને જોવું જ નથી. સાધુની ખોટી ખોટી અને બનાવટી વાતો ઘણી કરે; પુરાવો એક પણ મળે નહિ. છતાં પણ કહે છે કે, ‘બાળદીક્ષાના પરિણામે ઘણા ભાગી ગયા;' એવાઓની પાસે દાખલો માંગો તો પ્રાયઃ અપવાદ સિવાય સાચો દાખલો એક પર્ણ નહિ આપે. હું પૂછું કે, ‘છેલ્લાં પચાસ વર્ષમાં બાળદીક્ષિત ભાગ્યાના પાંચ-દસ દાખલા પણ છે ?' એ તો જોવું જ નથી. આ તો ગાયનું ભેંસ તળે અને ભેંસનું ગાય તળે ગોઠવવું છે. નિદાન નથી કરવું એ કેમ ચાલે ? કોઈ લડે કે રડે એથી દીક્ષા બંધ ન કરાય ઃ
એક આદીએ સાચી વાત કહી, હવે ખોટાને લહાય લાગે અને બૂમરાણ કરે, એમાં સાચું કહેનારનો ગુનો શો ? શ્રી સર્વજ્ઞ પરમાત્માની દેશનાની ધારા વરસે ત્યારે અનેકને રાગનાં બંધન ત્રુટે અને એને પરિણામે કંઈક સ્નેહાશ્રુઓની સરિતાઓ વહે, અર્થાત્ આંખમાંથી આંસુઓ ખરે ! હવે કોઈ કહે કે, ‘ભગવાન આવ્યા, એમનો અતિશય તો શાંતિનો, પણ ઘેર ઘેર અશાંતિ કરાવી.' તો એ સાચો છે ?
પૂર્વે આચાર્યો ઉદ્યાનમાં આવતા, આખી નગરીના લોકો સાંભળવા આવતા, હજારો આત્માઓ ધર્મ પામતા અને સર્વવિરતિધર પણ બનતા, ત્યારે કોઈ રોતા નહિ હોય કેમ ? પોતાના સ્વાર્થ માટે જાય માટે એ રાગીઓ રડે છે, એથી કાંઈ દીક્ષા રુદનનું કારણ નથી જ સાબિત થતું; છતાંય એમ કહેનારાઓને પૂછો કે, દીક્ષા ન હોય તો રોવાનું ખાતું બંધ થાય ? મુંબઈમાં હાલ દીક્ષા નથી, શું કોઈ રોતું નથી ? અરે ઘણાય ! આ સંસારમાં રોવાનું, મારામારીનું અને નાશનું ખાતું તો ચાલુ જ છે.
પૈસા માટે, આબરૂ માટે, નામના માટે કેટલાય લોકો લડે છે. સ્વાર્થ માટે બાપ-દીકરો પણ જુદા, એ દશા આજે છે. હવે તો ચૂલા પણ જુદા થયા છે. દુનિયામાં બે સામે ભટકાય કે કજિયો થાય, કોર્ટે જાય અને બધું થાય; દુનિયામાં બેની લડાઈ છે. દીક્ષા લેવા જાય ત્યાં લડાઈ એકની છે અને તે પણ અમુક