________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
વખતની. સામે લડનાર હોય તો લડાઈ આગળ ચાલે ને ? દુનિયામાં બેની લડાઈ ચાલુ છે, જ્યારે દીક્ષામાં થાય તો એકની લડાઈ થાય અને તે પણ થોડા વખતની કે જેથી કાયમની લડાઈ મટે, તો એમાં ખોટું પણ શું છે ? ઘણા બાપદીકરામાં પણ ધમાધમી થાય, પણ ત્યાં કોઈ સમજાવવા ન જાય; એ વાત છાપાની કૉલમમાં ન આવે; પણ એક ભાગ્યવાન ત્યાગ લે તો બુદ્ધિના નિધાનો લખે કે, ‘દીક્ષાના અખાડાનો પહેલવાન નીકળ્યો.' સાવચેત રહો : જરા શબ્દો તો વાંચો, ‘દીક્ષા એ તો ખપ્પર અને સાધુ એ તો દીક્ષાનો ડાકૂ !' આ કઈ દશા ? આથી કહું છું કે, ‘અહીં કાયમી આવનારા, સાંભળનારા અને હાજી કરનારાની દૃષ્ટિ એક થવી જોઈએ.’
૪૦૦
400
સભા કેટલાક સાધુ પણ એવામાં ભળ્યા છે, તો એવાઓનો સંગ પણ ને જોઈએ ને ?
ગાંડાના સંગનો રંગ ન જ થવો જોઈએ. આપણો મુદ્દો એ છે કે, ઘર સાફ રાખવા માટે સાવરણી ફેરવવી પડે; પછી તે ગમે તેવી સુઘડ સ્ત્રી હોય ! ગમે તેવું સ્વચ્છ મકાન હોય તો પણ જો ચાર દિવસ સાવરણી ન ફરે તો મકાનમાં ધૂળ પડે; માટે આપણું કામ એ જ કે રોજ સાવરણી ફેરવી નાંખવી અને પડેલો કચરો સાફ કરી નાંખવો. પરસ્પરના આત્માની ચિંતા કરો. સાવરણી ફેરવવા સિવાય બીજી પંચાતમાં પડવું નહિ.
પરસ્પરના આત્માની ચિંતા કરો :
તમે દૃષ્ટિ ફેરવો. પરસ્પર શરીરના માલિક ન બનો, પણ આત્માના માલિક બનો. પતિ પત્નીના આત્માની, પત્ની પતિના આત્માની, બાપ દીકરાના આત્માની તથા દીકરો બાપના આત્માની, શેઠ નોકરના આત્માની તથા નોકર શેઠના આત્માની, એમ પરસ્પર આત્માની ચિંતા કરે, તો પરિણામ જરૂર સુંદર આવે. ઘરનો માલિક બહાર જાય ત્યારે સ્ત્રી કહે કે, ‘ગૃહસ્થ છીએ માટે જરૂર છે, પણ ‘આટલું’ તો જોઈએ જ એ ભાવના ન રાખતા. જે મળશે તેમાં નભાવશું પણ પ્રપંચ, પાપ, અનીતિ, જૂઠ ન કરતા; અધર્મ ન આચરતા - તો જનાર પણ કંપે. એનાથી અયોગ્ય કામ થયું છે તો ઘરમાં પેસતાં મૂંઝવણ થાય; પણ આ જ તો ખોખાનો પ્રેમ છે, દુનિયાના પદાર્થોનો પ્રેમ છે, પણ આત્મા ને આત્માનો પ્રેમ નથી; માટે જે આ કહું છું તે મનમાં ઊતરતું નથી.
તમે બધું તજી ન શકો એ નભે, પણ બહારના પદાર્થના સેવક બનવાનીભાવના માટે આત્માની સેવક ન બનવાની ભાવના, એ ન ચાલે. ઘરમાં પરસ્પર આ રિવાજ ચાલુ થાય, પરસ્પર આત્માની ચિંતા રખાય તો પલટો આવે. પણ