________________
૬ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ – 31
૪૦૧
મહેનત ચાલુ છે ? નહિ જ. મારે આ કરવું છે, માટે તમારો સાથ માંગું છું. આ વિચાર માટે અમુક ટાઇમ રાખો. આ બધું પ્રણિધાન નિશ્ચિત થાય, તો આપોઆપ આગમવિહિત સુંદર પ્રવૃત્તિઓ થાય.
401
શ્રી જિનેશ્વ૨દેવના મંદિરે જવાનું શ્રાવકના બાળકને કહેવું પડે ? નહિ જ, કારણ કે, એ તો એના ઘરના સંસ્કાર જ હોય. પ્રવૃત્તિ આવે એટલે વિઘ્નના સમૂહ તો આવે, પણ જેઓ એ વિઘ્નોમાં ન મુંઝાય, એટલું જ નહિ પણ સામે થઈ એ વિઘ્નોને જેઓ જીતે, તેઓ સિદ્ધિ સાધે અને એનો યોગ્ય આત્મામાં વિનિયોગ પણ કરે. પરંતુ, પ્રણિધાન જ મુશ્કેલ છે; પ્રવૃત્તિ એથીય મુશ્કેલ; અને એમાં ટકવું એથીયે મુશ્કેલ છે. અહીંથી જ ઘણા જીવો પાછા વળે છે. મંદિરે જતાં કોઈ જેરા ટકટક કરે કે મનને થાય કે, ‘આ શી ટકટક ! આત્મામાં દેવ છે જ ને !' એ આત્મામાં દેવ ચાર દિવસ રહે. પાંચમે દિવસે દેવ બહાર નીકળે અને છà દિવસે એ પણ પેલા બધા જેવો થાય.
સાસુ-વહુનો વ્યવહાર
જૂનાં ડોસી-ડોસા જે કરે તે દીકરા-વહુમાં આવે; એ પરંપરા. એ જૂના અને અનુભવી કહે કે, ‘ધર્મ સાચો, પણ અત્યારે તારે હોય ? એ તો અમારે !’ પેલા પણ એમ સમજે અને એ મોટા થાય ત્યારે એમનાં વહુ-સંતાનને એમ જ કહે . હવે એ ડોસીઓ ધર્મ શો કરે ? આખો દિવસ વાતોનું પીંજણ કરે. વહુ પણ એને ધર્મ માને, વહુ પણ એ જ આચરે, સાસુ વહુનું જુએ શું ? બોલી કેમ ? ચાલી કેમ ? અને મૂક્યું કેમ ?’ આવી આવી ભૂલો કાઢે. પેલી પણ પછી નક્કી કરે કે, ‘મારે હવે અહીં જ મૂકવું !' પછી થાય ટપાટપ એટલે ગમે તેવા વિનિત દીકરાને પણ જુદા રહેવું પડે, અગર ડોસીને જુદાં રાખવાં પડે. આ દશામાં ધર્મ શી રીતે થાય ?
એક બાજુ મા આવી ધાંધલ કરે, બીજી બાજુ વહુ રૂએ; માણસ કરે શું ? આથી ધર્મી કુળની વૃદ્ધાઓએ નવા આવનારને પોતાનાં માનવાં જોઈએ. આ તો ‘બસ મારું કેમ ન માને ?’ આ ભાવના છે. ‘બસ દેરે નહિ જવાય' એમ પણ કહી દે ! જો દેરે ઉપાશ્રયે જવા દે, તો જ્યારે જ્યારે સાસુ ગરમ થાય ત્યારે ત્યારે ધર્મી વહુ નરમ થાય; કેમ કે, સમજે છે કે કષાય થઈ જાય પણ નરમ થવું જોઈએ, કષાય વધા૨વો નહિ; પણ આ તો જવા ન દે. એટલે રહે ઘરમાં, થાય ટપાટપ, પછી સંસ્કાર કયા પડે ? ડાહી વહુ તો કહી દે કે, ‘ધર્મક્રિયામાં આડે આવનારી આજ્ઞા નહિ માનું, અમુક ચીજ ખાવાની ના પાડશો તો નહિ ખાઉં, કામ જેટલું કહેશો તેટલું કરીશ. પણ ધર્મક્રિયા તો કરવાની અને મંદિરે તથા ઉપાશ્રયે તો જવાની !'