________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - એક નિગોદનો અનંતમો ભાગ સિદ્ધિપદને પામ્યો છે.” . દુનિયાની દૃષ્ટિએ જેમ પાતાળનો તાગ નથી, તેમ નિગોદના જીવોનો પણ અંત નથી. મુક્તિમાં પણ કોણ જાય ? મનુષ્યપણું પામેલો ભવ્ય જીવ મુક્તિમાં જાય; એ સિવાય નહિ. એક આત્મા મુક્તિપદે ત્યારે જાય, કે જ્યારે મનુષ્યગતિ પામે અને પરિપૂર્ણ સંયમ આરાધે. સંસાર વિના મનુષ્યગતિની પ્રાપ્તિ થાય કે નહિ ? હવે કહો કે-એક આત્મા મોક્ષમાં જાય એટલે સંસાર પૂરો થયો કહેવાય ? મનુષ્યજીવન જીવવામાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય-આ બધી વસ્તુઓની જરૂર ખરી કે નહિ ? જો ખરી તો એ સિદ્ધ જ છે કે-જેમ ભગવાન શ્રી મહાવીરદેવ મુક્તિપદને પામ્યા ત્યારે છએ કાયના જીવો હતા, તેમ અન્ય પણ મુક્તિએ જશે ત્યારે તે રહેવાના. આથી સ્પષ્ટ જ છે કે-સંસાર કદી જ ખાલી થવાનો નથી. જે આત્મા જ્ઞાનીઓની આજ્ઞા મુજબ જીવનને કેળવી વિષય-કષાયોથી અલગ થશે, તે જ મુક્તિ સાધી શકશે. આથી આજ્ઞાથી વંચિત રહી આપણો આત્મા સંસારમાં અટવાઈ ન જાય, તે માટે જ આ બધો પ્રયાસ છે.
આપણા આત્મા સાથે વળગેલા સંસારનો ઉચ્છેદ કરવા માટે શ્રી જિનેશ્વરદેવોએ શ્રીસંઘની સ્થાપના કરી છે. જે હેતુથી શ્રીસંઘની સ્થાપના જિનેશ્વરદેવોએ કરી છે, તે હેતુને સફળ કરનારો સંઘ, આપણને આજે નહિ પણ સદાને માટે પૂજ્ય જ છે. જિનેશ્વરદેવોથી સ્થપાયેલો સંઘ સંસારને છેદે પણ પોષે નહિ. “લોકમાં ભળી જઈને જે પ્રભુના શાસનને ભૂલી જાય, અરે ભૂલી જાય એટલું જ નહિ પણ ઊલટાનું અવગણે, તે શ્રીસંઘની કોટિમાં રહી શકતા નથી, માટે જ તેમની પૂજ્યતા ઊડી જાય છે.-આમ કહી આપણે કોઈની પણ અવગણના કરવા માગતા નથી પણ એ કહીએ છીએ કે-સંઘત્વ વિશિષ્ટ શ્રીસંઘમાં જ અમે જીવતી અને જાગતી પૂજ્યતા માનીએ છીએ. અમારી દૃષ્ટિએ ગમે તેવો સમુદાય પૂજ્ય નથી, પણ જે સમુદાયમાં યોગ્યતા હોય તે પૂજ્ય છે. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય, તો પણ શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલો શ્રીસંઘ જીવતો જ છે. માટે સમજો કે-પોતાને શ્રીસંઘમાં ગણાવનારે યોગ્યતાને કેળવવી જ જોઈએ ! સભા: પેલા તો જન્મસિદ્ધ હક્ક માને છે અને કહે છે કે-અમે તો જૈન કુળમાં
જન્મ્યા એટલે થયું !
૧. વીલ્સ નિવસ, ગતમો સિદ્ધિાગો દ્વા
- શ્રી નવતત્ત્વ પ્રકરણ