________________
૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9
શ્રી તીર્થંકરદેવે પુષ્કરાવર્ત મેઘની ધારાની જેમ વરસી વરસીને આપ્યું, એમાંથી ક્રમસર જ્ઞાનીઓ જ્ઞાન પામ્યા, પણ જોયું કે-પાછળના અધિકારીઓ દુરુપયોગ કરનાર છે, માટે એ ઉપકારી સાથે લઈ ગયા અને રાખ્યું તે પણ યોગ્યને જ આપવાનું વિધાન કરતા ગયા. એવા ઉપકારીઓ ઉપર પણ આજનાઓ કલંક મૂકે છે કે-‘એમની પોલ ન પકડાય માટે એમ કરતા ગયા !’ બાળકના જ ભલા માટે અમુક ચીજો પિતા પોતાના બાળકને ન પહેરાવે કે ન આપે, એથી બાળક પિતાને કૃપણ કહે કે લોભીઓ કહે-એવી આ વાત છે. જ્ઞાની પુરુષોએ જે ઉપકારની દૃષ્ટિએ કર્યું તેને પણ અપકારના રૂપમાં જે કમઅક્કલો લઈ જાય, તે તમને તથા અમને છોડે ?
101
૧૦૧
-"
બાકી જેઓ આજે દીક્ષા વિગેરેમાં આજ્ઞાની વાતો કરે છે, તેઓને પોતાના દુન્યવી સ્વાર્થની વાતમાં તો કાંઈ જ આડે આવતું નથી. દુનિયાદારીના સ્વાર્થ માટે તો બાપ ઉપર નોટિસ કાઢનારા પણ ઘણાયે દીકરા છે. ખરી વાત છે કેસ્વાર્થમાં પડેલી દુનિયા, તે પોતાના ઇહલૌકિક સ્વાર્થને જ જોનારી હોય છે, પણ શ્રીસંઘ તો પારલૌકિક સ્વાર્થને જ જોનાર હોય છે, એ દુન્યવી સ્વાર્થ ન જુએ. સારો માર્ગ પોતાથી ન સ્વીકારાય, તો સ્વીકાર્ય માની સ્વીકારે તેને સહાય કરે. ત્યાં મતિકલ્પનાની વાત ન કરે.
આથી સ્પષ્ટ છે કે-શાસ્ત્રાનુસાર ચાલે તે શ્રીસંઘ, શાસ્ત્ર માને તે સંઘ અને એ સંઘ જ તીર્થંકરકલ્પ. આથી વિપરીત સંઘને જો તીર્થંક૨કલ્પ માને, મતિકલ્પનાએ ચાલનારને સંઘ તરીકે સ્વીકારે, તો શાસ્ત્રદૃષ્ટિએ તે શ્રી તીર્થંકરદૈવની આશાતના કરી, પોતાના સંસારને દીર્ઘ બનાવનાર છે. અયોગ્ય વાતો ફેલાવનાર શ્રી સંઘમાં રહેવાને જરાય અધિકારી નથી !
શ્રીસંઘનગરમાં રહેવાની ભાવનાવાળો ધર્માત્મા, વિષય-કષાયરૂપ સંસારને છેદવાની ભાવનાવાળો હોય અને એના સંસારછેદન કાર્યમાં સહાય માટે શ્રીસંઘ એ ચક્રરૂપ બને. ત્યાર બાદ ત્રીજી ઉપમા ૨થની છે. સંસારરૂપ અરણ્યમાં ભટકતાને મોક્ષનગરમાં લઈ જનાર શ્રીસંઘ એ ૨થરૂપ છે. શિવનગરમાં જવાની ઇચ્છાવાળાને રથમાં બેસાડી લાવે એ શ્રીસંઘ. સંયમના અર્થીનો મહોત્સવ કરનાર કોઈ સ્નેહી ન હોય, તો શ્રીસંઘ એનો મહોત્સવ કરે. એના કુટુંબને પાળનાર ન હોય તો શ્રીસંઘ એ જુમ્મેદારી માથે લે. સંયમનો અર્થી આપત્તિમાં હોય તો અને એ માટે સંયમ અટકતું હોય તો, શ્રીસંઘ બાંયધરી લઈને બેફીકર રહેવાનું કહી દે અને આપત્તિમુક્ત કરી સંયમ અપાવે. દીક્ષિત પાછળ હુકમનામું હોય તો શ્રીસંઘ સમેટે આજના કહે છે કે-દેવાદારને દીક્ષા ન