________________
૨૭૦
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
270
સાધુપુરુષ ઉપર ઊભા થઈ જવાનો આરોપ મૂકવો અને “જ્યાં જ્યાં પ્રકાશ હોય, ત્યાં ત્યાં જીવ હોય એમ વ્યાપ્તિ કરો છો ?” આટલા જ પ્રશ્ન માત્રથી એક સાધુપુરુષ ઉપર પાછા હઠી જવાનો અને “અધર્મી, નાસ્તિક, વક્ર, જડ' વગેરે વાક્યરચના કરવાનો આક્ષેપ કરવો, એ શું આક્ષેપ કરનારની જ બુદ્ધિનું લિલામ નથી ? ખરેખર, આવી જાતના આત્માઓ સમાજમાં ભયંકર ચેપીરોગ જેવા છે.
સાધુપુરુષ ઉપર ઊભા થઈ જવાનો, પાછા હઠી જવાનો અને વગર કારણે “અધર્મી, નાસ્તિક, વક્ર, જડ' આવી આવી વાક્યરચના કરવાનો આરોપ મૂકનારને આપણે પૂછીએ છીએ કે, “શ્રી જૈનશાસ્ત્રોના આધારે ફોર્સ માત્રને, અજીવ તરીકે સાબિત કરવાને તથા “જ્યાં જ્યાં ફોર્સથી પ્રકાશ થાય, ત્યાં ત્યાં જીવ ન જ હોય” આવી જાતની વ્યાપ્તિ છે; એમ પુરવાર કરવા માટે તે તૈયાર . છે ? સંઘર્ષણ માત્રથી ઉત્પન્ન થતા ફોર્સ માત્રને તે નિર્જીવ તરીકે સાબિંત કરવાની તૈયારી ધરાવે છે ? સૂર્યકિરણો અને સૂર્યકાંત મણિના યોગથી ઉત્પન્ન થતા અગ્નિને તથા ચંદ્રકિરણો અને ચંદ્રકાંત મર્ણિના યોગે ઉત્પન્ન થતા પાણીને પણ તે નિર્જીવ તરીકે સિદ્ધ કરી શકે છે ?'
આવી જાતના અનેક પ્રશનો ઊભા કરી શકાય તેમ હોવા છતાં “માત્ર સામાન્ય વાતથી એક સાધુ ઊભા થઈ ગયા અને નહિ જેવા પ્રશ્નોથી પાછા હઠી ગયા, અને “અધર્મી, નાસ્તિક, વક, જડ આવી વાક્યરચના કરવા મંડી ગયા” એમ લખીને પૂજ્ય સાધુપુરુષોને ઉતારી પાડવાના દિવસો હવે વહી ગયા છે. સત્ત્વ અને પ્રમાણિકતા હોય તો એવાઓ જાહેર સભાઓમાં આવીને પોતાની માન્યતાઓ સિદ્ધ કરી શકે છે. બાકી “ઘરશુરા'ની માફક યથેચ્છ લખી બોલીને વિદ્વત્તાના લહાવા લૂંટવા, એમાં નામના નથી, પણ નામનાનું લિલામ છે. અસ્તુ.
એવાઓ સાથે આપણને તો કશું જ લાગતુંવળગતું નથી, પણ એવાઓ જ્યારે પ્રભુશાસનના નામે વિપરીત વાતો કરે, ત્યારે યોગ્ય ખુલાસા કરવાની આપણી ફરજ થઈ પડે છે અને એ ફરજને આધારે જ આટલું કહેવું પડે છે અને વધુમાં જો તેઓ થોડા પણ આત્મહિતના અર્થી હોય તો આપણે કહીએ છીએ કે
આપ-મતિ છોડી, આગમ-મતિ સ્વીકારો ! કારણ કે, આપમતિ એ આત્મ-નાશક મતિ છે, ત્યારે આત્મમતિ એ આત્મહિતકર મતિ છે; પણ આગમ-મતિનો અસ્વીકાર કરવા તેવાઓમાંના કોઈ કોઈએ એક તુક્કો શોધી કાઢ્યો છે કે, “જો શ્રી જિનેશ્વરદેવો.અનંતજ્ઞાની હતા, તો તેઓએ સંસાર આદિનો પ્રારંભ તથા અંત કેમ ન બતાવ્યો ?' પણ તે અક્કલના ટેકેદારો એટલું પણ નથી સમજી શકતા કે, અનંતજ્ઞાની આત્માઓ