SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! - 23 ૨૭૧ પણ વસ્તુ જે સ્વરૂપે હોય, તે જ સ્વરૂપે બતાવે ? જેનો આદિ કે અંત હોય નહિ, તેનો આદિ અને અંત શી રીતે બતાવે ? 271 અનાદિ અને અનંત વસ્તુને અનાદિ કે અનંત તરીકે બતાવવામાં આવે, એ પણ બુદ્ધિના મદે ચડેલાઓથી ન ખમાય, ત્યાં એ બિચારાઓનું ભલું કેમ થાય ? પોતાની બુદ્ધિમત્તા બતાવવા માટે ખોટા ખોટા તુક્કાઓ ઊભા કરવા, એ ભયંકર મૂર્ખાઈ છે. કોઈ આદમી ચૂડી લઈને એની શરૂઆત અને એનો છેડો પૂછે તો કહેવું જ પડશે કે, ‘અખંડ ઉતારેલી ચૂડીની શરૂઆત પણ ન હોય અને છેડો પણ ન હોય’ આ છતાં પણ તે ન જ માને તો તેની મૂર્ખતા ઉપર દયા ખાવા સિવાય બીજું શું કરી શકાય ? તેમ જે સંસાર વગેરે અનાદિ અને અનંત છે, તેનો આદિ અને અંત જ્ઞાનીપુરુષો પણ ક્યાંથી બતાવે ? ખરેખર, સત્યના અર્થી આત્માઓ જ્યારે સત્ય શાસ્ત્રોને અનુસરતી પોતાની મતિ બનાવે છે, ત્યારે સત્યથી બેપરવા બનેલા દુરાગ્રહી આત્માઓ આગમને પોતાની મતિ મુજબનું બનાવવા માંગે છે; આ જ કારણે તેવા દુરાગ્રહી આત્માઓ, વસ્તુતત્ત્વને પામી શકતા નથી' પોતાની જ મતિની મોરલી ઉપર નાચનારાઓ તો, અરણ્યમાં પણ માર્ગદર્શક ભીલની સાથે આ માર્ગ ખરો કેમ અને આ માર્ગ ખોટો કેમ ? આવી ચર્ચા કરે તેવા છે. ‘વૃતાધારે પાત્રમ્ કે પાત્રાધારે ધૃત'ની પ૨ીક્ષા કરવા માટે ઘીથી ભરેલાં પાત્રો ઊંધાં વાળવાની ક્રિયા કરવામાં આનંદ માનનારા જેવા છે; અને સામેથી ધસી આવતા હાથીથી બચવા માટે ખસી જવાનું કહેનારાઓને પૂછે અને કહે કે, આ હાથી જે એને અડકેલો હોય તેને મારે કે ન અડકેલો હોય તેને મારે ? જો અડકેલો હોય તેને મારે, તો એના ઉપર બેઠેલા એના મહાવતને કેમ ન મારે ? અને નહિ અડકેલાને મારે, તો બધાને જ કેમ ન મારે ?' આવી આવી અર્થ વિનાની ચર્ચા કરવામાં કર્તવ્ય માનનારા જેવા છે; કારણ કે, પોતાની જાતને પંડિત માનનાર એ લોકોનું કોઈ ખાસ એક ધ્યેય નથી હોતું; તેમ જ તેઓને જરૂરી એવું સાધારણ વસ્તુનું પણ ભાન કે હિતાહિતનો વિચાર પણ નથી હોતો. તેઓ બધી જ વાતમાં પોતાની જ મતિને પ્રધાન માની આપ્ત કે આપ્તવચનને માનવા પણ તૈયાર નથી હોતા. આવાઓનો સંસર્ગ એ પાપસંસર્ગ છે. જેઓ દરેક વાતમાં વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના શિષ્ટ પુરુષોની પણ અવગણના કરે, તેઓ ક્યારેય પણ તાત્ત્વિક માર્ગને પામી શકતા નથી; એટલે અહિંસાના નામે હિંસાના, સત્યના નામે અસત્ય અને સંયમના નામે જ અસંયમને આચરે છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy