________________
531 - ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 - ૫૩૧ અનાજ ખાનારા કેટલા ? એ જીવી શકે છે ને ? સારી રીતે જીવે છે; તો તપનો મહિમા સમજનારા જૈનોને આયંબીલ કરતાં ઊલટી કેમ જ થાય ?
કેટલાકને એ અનાજ જોઈને ઊલટી થાય છે, એનું કંઈ કારણ ? એમાં સ્વાદવાળી ચીજ નથી એ જ ને ? ત્યાં આસક્તિ, લાલસા અને વિષયાભિલાષા સિવાય બીજો બચાવ ન જ ચાલે. આ જ કારણે ત્યાં શંકા કરે કે, આ તપમાં કલ્યાણ શું ? અને આવી શંકા કરનારને કહેવું પણ શું ? પણ એ ટેવ પાડી જુએ તો એનો પ્રભાવ માલૂમ પડે.
અમુક વિના ન જ ચાલે, એ ભાવના ગયા પછી આત્માનું સુખ અનિર્વચનીય છે. ચોવીસ કલાક કે અડતાલીસ કલાકે એક જ વાર ભોજન લેનારની શક્તિની, એના સુખની, દિવસમાં બાર વાર ખાનારને શી ખબર પડે ? એવાઓ કહે કે, આવી જાતના લાંઘણમાં કલ્યાણ શું ?
શાસ્ત્ર કહે છે કે, દુષ્ટકર્મના યોગે ભૂખે મરવાનો વખત આવશે ત્યારે ભૂખે મરશો, એના કરતાં શુદ્ધ બુદ્ધિથી તપ કરો ને ? એ લોકો કહે છે કે, “મળેલું કોણ મૂકે ?' એમની શક્તિ એવી કે ન મળે તો નિભાવે. આવક ઘટે, તોયે દેવું વધારી જોખમમાં ઊતરે તે હા, પણ ખર્ચા ન ઘટાડે. એ તો એ જ બૂટ, એ જ ખાનપાન, એ જ હોટલ અને એ જ નાટકચેટક, સિનેમા, પરિણામે બધું ગયું, જાય એ સહન ન થાય, પછી દુર્બાન કરે, પણ જો પહેલેથી આવા તપની ટેવ પાડી હોય તો આવા વખતે દુર્બાન ન થાય ! | વાં, ઉદારતા એ આત્મગુણ કે શ્રીમંતાઈ ? સદાચાર એ આત્મગુણ કે સ્વેચ્છાચાર ? ખાવું એ આત્મગુણ કે તપ ? સર્વના કલ્યાણની ભાવના એ આત્મગુણ કે “આનું આમ થાઓ અને તેમ થાઓ” એવી ભાવના એ આત્મગુણ ? આ નક્કી કરો તો જ્ઞાનીના વચનમાં એક પણ શંકા ન થાય. શાસ્ત્રોમાં એવી પણ વાતો આવે છે કે, જે અમને પણ ન સમજાય, પણ “આવું ક્યાંથી લખ્યું હશે એવી ભાવના અમને કદી નથી આવતી.
તમને પાણીના એક બિદુમાં અસંખ્યાતા જીવ સમજાવતાં નવ નેજે પાણી ઊતરે, કેમ કે, એ માનવાથી ચકલી ખુલ્લી મૂકીને બેસવામાં વાંધો આવે છે. ગૃહસ્થ માટે છકાયની વિરાધનાનો સર્વથા નિષેધ ન કહ્યો, પણ એથી પાશેર પાણીની જગ્યાએ પાંચ મણ પાણી વાપરવાની છૂટ નથી આપી, તે છતાંય પાશેરની જગ્યાએ પાંચ મણ પાણીનો દુરુપયોગ કરવો એ કેવી દશા ? ખરેખર, આ શાસ્ત્ર માનવાથી જીવનને નિયમિત બનાવવું પડે છે.